રાજકોટ
News of Saturday, 1st June 2019

રાજકોટમાં સતત ચોથા દિવસે બુલડોઝર ધણધણ્યું: સામાકાંઠે ડિમોલીશન

રાજકોટઃ મહાનગર પાલીકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભાવનગર રોડ પર આવેલ હનુમાન ડેરીની સામે વેરાઇ સેલ્સવાળા અરજણભાઇ ભીમજીભાઇ સોલંકી દ્વારા તેમની મિલ્કતની માર્જીનની જગ્યામાં પાંચ માળનું ગેરકાયદેસર બાંધકામ કરતા આજ રોજ આ ગેરકાયદેસર બાંધકામને ઇસ્ટ ઝોન ટીપી શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ ડીમોલીશન મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આસી. ટાઉન પ્લાનર જે.જે.પંડયા, જી.ડી.જોષી તથા આસી. એન્જી. જયદીપ એસ.ચૌધરી, હર્ષલ દોશી, એડી. આસી. એન્જી. એમ.વી.રાઠોડ, સી.વી.પંડીત, અશ્વીન જી. પટેલ, વર્ક આસી. જે.પી.ખાચર, રવી ટાંક તથા સર્વેયર જે.એલ. હિરપરા, કે.કે.જોશી તથા અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર રોશની શાખા, જગ્યા રોકાણ શાખા, એસ.ડબલ્યું.એમ. શાખા, બાંધકામ શાખા તથા ફાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સહીતની ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:06 pm IST)