રાજકોટ
News of Friday, 1st June 2018

બુલડોઝર ધણ... ધણ્યુ...

નવયુગપરામાં દુકાન-પ્લીન્થના દબાણો દુરઃ રર૦ ચો. ફુટ જગ્યા ખુલ્લી

લક્ષ્મીનગર મેઇન રોડ પરથી નડતરૂપ રેંકડી હટાવાયઃ ટાઉન પ્લાનીંગ અને જગ્યા રોકાણ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧ :.. મ્યુની. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના નવયુગપરા પાસે  હાઇલેવલ બ્રીજને નડતરૂપ દુકાનો તથા એક પ્લીન્થ સુધીનું બાંધકામ દૂર કરી રર૦ ચો. ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તેમજ જગ્યા રોકાણ શાખાએ નડતરરૂપ - રેંકડી તથા દૂધસાગર રોડ તથા લક્ષ્મીનગર મેઇન રોડ અન્ય હંગામી દબાણો દુર કરવામાં આવ્યા હતાં.

આ અંગે તંત્રની  સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમીશનર બંછાનીધી પાનીની સુચના અનુસાર ટાઉન પ્લાનીંગ  ઓફીસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં. ૧૪ માં નવયુગપરા પાસે દૂધસાગર રોડ હાઇલેવલ બ્રિજને નડતરૂપ દુકાનો દૂર કરી અંદાજીત રર૦ ચો.ફુટ જગ્યા ખુલી કરાવેલ તથા અંદાજિત ૧૦૦ ચો.ફુટની પ્લીન્થ દૂર કરાવેલ છે. જયારે બ્રિજને નડતરૂપ અન્ય હંગામી દબાણો જગ્યા રોકાણ શાખા દ્વારા દૂર કરાયેલ છે. વધુમાં શેઠ હાઇસ્કુલ પાછળ લક્ષ્મીવાડી મેઇન રોડ પર કોર્પોરેશનની જગ્યામાં અનઅધિકૃત રીતે રખાયેલ રેંકડીઓ ને જગ્યા રોકાણ શાખા દ્વારા કરાયેલ છે.

જેમાં નસીબ હેર આર્ટમાંથી અંદાજીત ૬૦ ચો. ફુટની છાપરા વાળી કરેલ છે. સ્ક્રેપની દુકાન તથા અંદાજીત ૧૬૦ ચો. ફુટની છાપરાવાળી પ્લીન્થનું બાંધકામ સહિત કુલ ૩ર દુકાનનુ ડીમોલીશન કરી કુલ રર૦ ચો. ફુટ જગ્યા ખુલ્લી કરી છે.

આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોનના આસી. ટાઉન પ્લાનર એસ. એસ. ગુપ્તા, વી. વી. પટેલ, આઇ.યુ. વસાવા, આસી. એન્જિનીયર ઋષિભાઇ ચૌહાણ, વિજયભાઇ બાબરીયા, એડીશનલ આસી. એન્જીનીયર દિલીપભાઇ પંડયા, એસ. એફ. કડીયા, પ્રવિણભાઇ ગજ્જર, હેડ સર્વેયર ડી. ડી. પરમાર તથા સર્વેયર હીરેનભાઇ ખંભોળીયા તથા દબાણ હટાવ શાખાના અધિકારીઓ તથા તેમનો સ્ટાફ,  રોશની શાખાનો સ્ટાફ તથા ફાયર બ્રીગેડ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ કામગીરી દરમ્યાન   કાયદો અને વ્યવસ્થા  જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાના અધિકારી શ્રીઓ તથા તેમનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતાં.

(5:00 pm IST)