રાજકોટ
News of Friday, 1st June 2018

નર્મદા જળ કળશ પૂજન વિધિ બાદ મેયર ડો. ઉપાધ્‍યાય ઘ્‍ંપતીની છેડા છેડી છોડતા ભાનુબેન બાબરીયા

રાજકોટઃ રાજય સરકારશ્રીના સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ ના અનુસંધાને તા.૩૧/૦૫/૨૦૧૮ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાંદરડા તળાવ ખાતે નર્મદા જળ કળશ પૂજન વિધિ કાર્યક્રમ રાખવામાં આવેલ, આ પૂજન વિધિમાં મેયર, ડેપ્‍યુટી મેયર સહીતના જુદા જુદા ૧૦૮ દંપતિઓ જોડાયેલ હતા. પૂજન વિધિ બાદ દંપતીને બાંધવામાં આવેલ છેડા છેડી ભારતીય સંસ્‍કૃતિ પ્રમાણે બહેન દ્વારા છેડા છેડી છોડવાની પ્રણાલિકા છે, જેના અનુસંધાન મેયર ડો. જૈમન ઉપાધ્‍યાય અને તેમના ધર્મપત્‍ની આશાબેન ઉપાધ્‍યાય દંપતીની છેડા છેડી  પુર્વ  ધારાસભ્‍ય ભાનુબેન બાબરિયા બહેન બનીને છોડેલ  છેડા છેડી અને દંપતીને આશીર્વાદ આપેલ.

(5:23 pm IST)