રાજકોટ
News of Friday, 1st June 2018

શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવુ એ સર્વ સંત - હરિભકતની ફરજ છે : પૂ. લક્ષ્મીપ્રસાદ સ્‍વામી

રાજકોટ : શહેરમાં મેઘાણી રંગભવન ખાતે રાજકોટ સત્‍સંગ સમાજ આયોજીત અને પ્રવિણ કાનાબાર પરીવારના યજમાનપદે આયોજીત પવિત્ર પુરૂષોતમ માસ નિમિતે પુરૂષોતમ પ્રકાશ રાત્રી કથા પારાયણમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત સત્‍સંગીઓને વકતા પૂ. નિર્ભય સ્‍વામી સુંદર લાભ આપી રહ્યા છે. રાત્રે બગસરા મંદિરથી પૂ.લક્ષ્મીપ્રસાદ સ્‍વામીજીએ ઉપસ્‍થિત રહી આર્શીવચન પાઠવેલ. આજે રાત્રે ૯ થી ૧૧:૩૦ કથાની પૂર્ણાહૂતિ છે. ભાવિકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

(4:54 pm IST)