રાજકોટ
News of Friday, 1st June 2018

મવડી વિસ્‍તારની શાળામાં ગેરકાયદે બારીઓ મુકાતા રોષઃ મ્‍યુનિ.કમિશ્નરને રજૂઆત

રાજકોટ,તા.૦૧: શહેરનાં વોર્ડ નં.૧૩નાં મવડી પ્‍લોટ વિસ્‍તારમાં શાળામાં ગેરકાયદે બારીઓ મુકાતા આસપાસના વિસ્‍તારવાસીઓમાં રોષ ભભુકી ઉઠયો છે. આ અંગે લતાવાસીઓ દ્વારા મ્‍યુનિ. કમિશ્નરને યોગ્‍ય કરવા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે લતાવાસીઓએ મ્‍યુનિ.કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્‍યુ હતુ કે, શહેરનાં વોર્ડ નં.૧૩નાં મવડી પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ કેશવ એપાર્ટમેન્‍ટ ની બાજુમાં આવેલ શાળામાં કુલ ચાર માળ આવેલ છે. આ એપાર્ટમેન્‍ટની પેસેજ  તથા પાર્કીંગની જગ્‍યામાં ૩૦ જેટલી બારીઓ ગેરકાયદે મુકવામાં આવી છે. જે બારીઓ દુર કરી નવી બારીઓનું બાંધકામ અટકાવા વિસ્‍તારવાસીઓ દ્વારા માંગ કરવમાં આવી છે.

(4:53 pm IST)