રાજકોટ
News of Friday, 1st June 2018

આહિર યુવાનની હત્‍યામાં ગોવિંદ કાલ સુધી અને બીજા પાંચ અઢી દિ'ના રીમાન્‍ડ પર

રાજકોટ તા. ૧ :.. સોમનાથ સોસાયટી-૩ શેરી નં. ૧/૯ ના ખૂણે રહેતા હાર્દિક વિભાભાઇ મકવાણા (ઉ.રપ) નામના આહીર યુવાનની હત્‍યામાં યુનિવર્સિટી પોલીસે શખ્‍સોની ધરપકડ કરી ગોવિંદ ઘુઘા ગાણોલીયા (ઉ.ર૭) ના એક દિવસના અને અન્‍ય પાંચ શખ્‍સોના અઢી દિવસના રીમાન્‍ડ મેળવ્‍યા છે. મળતી વિગત મુજબ સોમનાથ સોસાયટી-૩ શેરી નં. ૧/૯ ના ખૂણે રહેતા હાર્દિક વિભાભાઇ મકવાણા (ઉ.રપ) નામના આહીર યુવાનને મંગળવારે રાત્રીના ઘરેથી વોકીંગ કરવા નિકળ્‍યો ત્‍યારે ઘર નજીક માધવ રેસીડેન્‍સી પાસે ગોવિંદ ભરવાડ સહિતના શખ્‍સોએ છરીના ઘા ઝીંકી હત્‍યા કરી હતી. ભાગી ગયેલા આરોપીઓ પૈકી ગોવીંદ ઘુઘા ગાણોલીયા (ઉ.ર૭) (રહે. સોમનાથ સોસાયટી-૩, શેરી નં. પ) ને અમદાવાદ તરફથી પકડી લીધો હતો. અને તેને કોર્ટમાં રજૂ કરાતા તેના આવતીકાલ સુધી રીમાન્‍ડ મેળવ્‍યા હતાં. બાદ આ ગુનામાં સામેલ ઘુઘા વિભા ગાણોલીયા (ઉ.પપ), લાલજી ઉર્ફે ટીટીયો ઘુઘા ગાણોલીયા (ઉ.ર૪), સેલા વિભા ગાણોલીયા (ઉ.૪૮), રાહુલ સેલાભાઇ ગાણોલીયા (ઉ.ર૦) અને અર્જુન સેલાભાઇ ગાણોલીયા (ઉ.૧૯) ની ધરપકડ કરી હતી. અને પોલીસે પાંચેયને કોર્ટમાં રજૂ કરતા પાંચેયના અઢી દિવસના રીમાન્‍ડ મેળવ્‍યા છે.

 

(4:52 pm IST)