રાજકોટ
News of Friday, 1st June 2018

કુવાઓના વાવોની શિધ્ધ કરાશે તો અનેકગણું પાણી મળશે

જળસંચયના પ્રયત્નો સરાહનીય, મુખ્યમંત્રીને અભિનંદન

નર્મદા બંધને કારણે ઘણી વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે તે બાબતમાં ઘણા વર્ષો પહેલા તેમજ હમણાં ત્રણેક મહિના પહેલાં ચિંતા વ્યકત કરી હતી કે નર્મદા નદી તેમજ અન્ય નદીઓમાં સમુદ્રના મોજાથી ક્ષાર નદીઓના વહેણમાં ઘુસી જશે અને પરિણામે નદીઓના પાણી તેમજ ફળદ્રુપ જમીન વગેરેને ગંભીર નુકશાન થશે. જે વાત સત્ય સાબિત થઈ છે. હમણાંના વર્તમાનપત્રોનમાં એનજીટીએ સુકાય રહેલી નર્મદાને બચાવવા અને સમુદ્રના ફરી વળેલા ક્ષારને અટકાવવા અનુરોધ કરેલ છે અને જો નર્મદા નદીને વ્યવસ્થિત રીતે વહેતી કરવામાં નહી આવે તો તેના ગંભીર પરિણામો આવશે. કોઈપણ પક્ષ હોય કોંગ્રેસ કે અન્ય જેઓએ આવા મહાકાય ડેમો બાંધવાની ગંભીર ભુલો કરી છે તેમણે નિખાલસપણે ભુલનો એકરાર કરવો જોઈએ અને કરોડો રૂપિયાનું કરજ કરીને આવી યોજનાઓ કરવામાં આવી છે. તેનું ઉદારતાથી પ્રયાશ્ચિત કરવું જોઈએ. ભૂલ સ્વીકારવાની નિખાલસતા રાજકીય પક્ષોના આગેવાનોમાં આવશે તો તેની જબરદસ્ત અસર સમસ્ત પ્રજા પર પડશે. આજથી આશરે ૬૫ વર્ષ પહેલા જીલ્લા ગાર્ડનનો કુવો લગભગ અડધા રાજકોટને નળ વાટે પીવાનું પાણી પુરૂ પાડતો હતો. પરંતુ આજી નદી પ્રદુષિત થતાં આ કુવાનું પાણી બંધ કરી દેવામાં આવ્યું. હવે આ બધા જ કુવાઓ વાવોની શુધ્ધિ કરવામાં આવે તો ઘણું પાણી મળી રહેશે.

સુમનલાલ છો. કામદાર,

ટ્રસ્ટી- રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ

(4:51 pm IST)