રાજકોટ
News of Friday, 1st June 2018

રાજકોટ ડેરી શોષણ અને ભ્રષ્ટાચારનો અખાડો, બાળ મજુરના મુદે ફોજદારી ફરીયાદ દાખલ કરો

ભાજપના ચેરમેન સામે ભાજપના જ અગ્રણી બાબુ નસિતીની ધગધગતી રજુઆત

રાજકોટ, તા.૧: ભાજપ શાહિત રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ(ડેરી)ભ્રષ્ટાચમઁાર અને શૌષણનો અખાડો બની ગયાનો ધગધગતો આક્ષેપ રાજકોટ લોધિકા સંઘના ડીરેકટર અને ભાજપના અગ્રણી બાબુભાઇ નસિતે કર્યા છે.

ડેરીમાંથી બાળ મજુરો પકડાવાના મુદ્દે તેમણે જિલ્લામાજ સુરક્ષા અધિકારીને  પત્ર પાઠવી જણાવ્યું છે કે તંત્રએ બાળ મજુરોને છોડાવીને માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે. માત્ર બાળ મજુરીનો પ્રશ્ન  નથી તેની સાથે આયોજીત ભ્રષ્ટાચારનો મુદ્દો જોડાયેલો છે. બાળકોના આથિક શોષણની  માહિતી બહાર લાવવા તેના નિવેદનો લેવા જોઇએ ડેરીના એમ.ડી. ને રૂ.૪.૫૦ લાખ પગાર શેના માટે ચૂકવે છે? કોઇ સામાન્ય કર્મચારી દંડાઇ જાય અને મુખ્ય સતાધીશો છટકી ન જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. હમણા ડેરીને લગતુ એક લાંચ પ્રકરણ દબાઇ ગયું લાગે છે. ડેરી શોષણ અને ભ્રષ્ટાચારનો અખાડો બની ગઇ છે. ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયા અને એમ.ડી સિન્હા સામે આકરી કલમો ઉમેરી કાર્યદેસર ફરીયાદ દાખલ કરવા મારી માંગણી છે.

(4:27 pm IST)