રાજકોટ
News of Friday, 1st June 2018

વૃધ્ધાશ્રમના વડીલોને ધર્મસ્થાનોની યાત્રા

ઉમ્મીદ ફાઉન્ડેશન દ્વારા પ્રેરક આયોજન : રવિવારે પ્રસ્થાન : જુનાગઢ, પરબ, વિરપુરનો સમાવેશ

રાજકોટ તા.૧ : ઉમ્મીદ ફાઉન્ડેશન દ્વારા સદ્દભાવના વૃધ્ધાશ્રમના વૃધ્ધો માટે પરસોતમ માસમાં શ્રવણ યાત્રાનું પ્રેરણારૂપ આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે વૃધ્ધાશ્રમના વડીલોએ સમાજમાં કરેલા તેમના પ્રદાનનો ઋણ સ્વીકાર કરવા ઉમ્મીદ ફાઉન્ડેશન દ્વારા આ યાત્રા યોજવામાં આવી રહી છે.

આ યાત્રા તા. ૩ ના પ્રસ્થાન કરી દામોદર કુંડ જુનાગઢ, પરબધામ, ખોડલધામ, વીરપુર અને સ્વામીનારાયણ મંદિર ગોંડલ જેવા ધર્મસ્થાનોએ દર્શન કરાવી પરફત ફરશે.

સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા કિરણબેન માકડીયા, મનીષાબેન ટાંક, દિલ્પાબેન મકવાણા, બંસરીબેન સોની, બ્રિજલબેન મહેતા, કૌશિકભાઇ ટાંક, ધારાબેન વૈષ્નવ, અમિતભાઇ રાજયગુરૂ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રવિવારે આ ધર્મયાત્રાને સામાજીક અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમિતિના જગદીશભાઇ ભોજાણી તથા મુકેશભાઇ મહેતાની ઉપસ્થિતીમાં પ્રસ્થાન કરાવાશે.

તસ્વીરમાં વૃધ્ધાશ્રમના વૃધ્ધો માટે યોજેલ ધર્મયાત્રાની વિગતો વર્ણવતા ઉમ્મીદ ફાઉન્ડેશનના બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:27 pm IST)