રાજકોટ
News of Friday, 1st June 2018

કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામેનો ચોક ખુલ્લો કરોઃ રજૂઆત

આ રસ્તો બંધ થતા મંદિર પાછળના વિસ્તારવાસીઓ હેરાન-પરેશાનઃ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી યોગ્ય કરવા માંગ

રાજકોટ,તા.૧: શહેરના ગૌરવપથ એવા કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર સામેનો રસ્તો  બંધ થતા આ વિસ્તારવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો થઇ રહ્યાની ફરીયાદ લોકોમાં ઉઠવા પામી છે. આ રસ્તો ખુલ્લો કરવા લતાવાસીઓએ મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરી છે.

આ અંગે યોગી દર્શન, અમરનાથ પ્લોટ, જીવન વિહાર, સેતુબંધ સહિતનાં વિસ્તારવાસીઓએ મ્યુનીસીપલ કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, સ્વામીનારાયણ મંદિર સામેનો રસ્તો બન્ને તરફ બંધ કરી દેવાતા ઉપરોકત તમામ સોસાયટીઓનાં સેંકડો રહેવાસીઓને ે કોટેચા ચોક સુધી જવુ પડે છે આથી ટ્રાફીકની સમસ્યા હળવી થવાને બદલે વધુ જટીલ બનવા પામી છે.

આમ સ્વામીનારાયણ મંદિર પાછળના હજારો વિસ્તારવાસીઓને થઇ રહેલી આ પારાવાર મુશ્કેલી દુર થાય તે માટે તાત્કાલીક ધોરણે એક રસ્તો કાયમી માટે ખુલ્લો કરવા વિસ્તારવાસીઓએ માંગ કરી છે.

(4:26 pm IST)