રાજકોટ
News of Friday, 1st June 2018

સમાજના લોકોને તંદુરસ્ત બનાવવા માટે મહિલા પોલીસ દ્વારા વ્યસન મુકતી કાર્યક્રમ યોજાયો

૩પ પોલીસ જવાનો અને ૧૪૦ લોકો વ્યસન મુકત થયા

રાજકોટ :.. સમાજના લોકોમાં દારૂ, બીડી, સીગારેટ, તમાકુ ગુટખા અને અફીણ ના વ્યસનોથી મુકત કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સુચનાથી સંયુકત પોલીસ કમિશનર ડી. એચ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આજે વિશ્વ તમાકુ મુકતીદીન નિમિતે વ્યસન મુકત સમાજ સંસ્થા અને મહિલા પોલીસ દ્વારા શહેરના રેસકોર્સ રીંગ રોડ પર આવેલા મહિલા પોલીસ સ્ટેશન ખાતે પી. આઇ. પી.બી. સાપરાની રાહબરી હેઠળ વ્યસન મુકતી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દારૂ, બીડી, સીગારેટ, તમાકુ, ગુટખા તથા અફીણનું વ્યસન હોઇ, અને વ્યસન હોઇ, અને વ્યસન મુકત થવા માંગતા હોઇ તેવા લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ૩પ પોલીસ જવાનો તથા ૧૪૦ અન્ય લોકો વ્યસન મુકત થયા હતા અને વ્યસન મુકત સમાજ સંસ્થા દ્વારા ૧૭પ લોકોને ફ્રીમાં દવા આપી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

(4:19 pm IST)