જંગલેશ્વરના બુટલેગર મુસ્તાક ઉર્ફ મુસો જુણાચને પાસામાં ધકેલાયો
ભકિતનગર પોલીસે વોરન્ટ બજવ્યું: અમદાવાદ જેલહવાલે
રાજકોટ તા. ૧: શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે વધુ એક શખ્સને પાસા તળે જેલહવાલે કર્યો છે. જંગલેશ્વર શેરી નં. ૭/૧૯ના ખુણે કાજલ પાન પાછળ રહેતાં મુસ્તાક ઉર્ફ મુસો અહેમદભાઇ જુણાચ (ઉ.૨૪) નામના બુટલેગરને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો છે.
પોલીસ કમિશ્નરશ્રી ગહલોૈત, જો. પોલીસ કમિશ્નર ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીણા અને એસીપી બી. બી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ગુનાખોરીને કાબુમાં રાખવા કાર્યવાહી કરતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમના પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, કોન્સ. ભાવીનભાઇ ગઢવી, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, સલિમભાઇ મકરાણી, પ્રવિણભાઇ જામંગ, રાણાભાઇ કુગશીયા, દિગપાલસિંહ જાડેજા સહિતે પાસાનું વોરન્ટ ઇશ્યુ થતાં તેની બજવણી કરી મુસ્તાકને અમદાવાદ જેલમાં ધકેલ્યો છે. આ શખ્સ અગાઉ અંગ્રેજી દારૂના ગુનામાં પકડાઇ ચુકયો હતો.