રાજકોટ
News of Friday, 1st June 2018

૧૭ બોગસ ઓનલાઇન ટ્રાવેલ કંપની ખોલી લાખોની છેતરપિંડીઃસસ્તી એરટિકિટ આપવાના નામે મુસાફરો પાસેથી પૈસા પડાવ્યા

સુનિલ ટ્રાવેલ્સના માલિક રોહિતકુમાર માટાની ધરપકડ કરાઇ

રાજકોટ તા. ૧ : વેકેશનની સીઝન ચાલી રહી છે સસ્તી એર ટિકિટો આપવાના નામે ૧૭ જેટલી બોગસ કંપનીઓ ખોલી માત્ર ટીકીટ હોલ્ટ કરાવી ગ્રાહકને તેનો મોબાઈલ સ્ક્રીનશોટ આપી રકમ પડાવી છેતરપિંડી આચરતા મૂળ હરિયાણાના પરંતુ અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા શખ્સને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

અમદાવાદમાં રહેતા ઇલેકિટ્રકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યુવરાજસિંહ ઝાલાને કોલેજ તરફથી કેનેડા ટોરેનટોમાં કોન્ફરન્સમાં ભાગ લેવા જવાનું હોય તેમને ટિકિટ જરૂર પડતા તેમણે સુલેખા ડોટકોમ પર ઈન્કવાયરી મુકી હતી.થોડા સમય પછી અલગ-અલગ ટ્રાવેલ એજન્ટોના ફોન આવતા તેમને સુનિલ ટ્રાવેલ એજન્સીનો ભાવ સસ્તો લાગતા તેમણે એજન્સીને એરટિકિટ બુક કરાવવા કહ્યું હતું. આ પેટે સુનિલ ટ્રાવેલ એજન્સીએ તેમને શરૂઆતમાં રૂપિયા ૧૫૦૦૦ ભરવા જણાવ્યું હતું બીજી તરફ પૈસા એકાઉન્ટમાં જમા થતાં એજન્ટે યુવરાજસિંહ ટિકિટ કન્ફર્મ થઇ હોવા થઈ ગઈ હોવા અંગે ટિકિટનો સ્ક્રીનશોટ મોકલી આપ્યો હતો.જેથી વિશ્વાસ આવતા યુવરાજે ટ્રાવેલ એજેંટે કહ્યા પ્રમાણે તેમને બાકીની રકમ મોકલી આપી હતી.જોકે ત્યારબાદ ટિકિટ અંગે એરલાઇન્સના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરતા જાણવા મળ્યું હતું કે તેમને ટિકિટ કન્ફર્મ કરવામાં આવી હતી પરંતુ પૈસા આપી ટિકિટ બુક કરવામાં આવી નથી.

આ અંગે ક્રાઈમ બ્રાંન્ચના જેસીપી જે.કે. ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમના પી.આઈ. વી.બી. બારડે તપાસ હાથ ધરી સુનિલ ટ્રાવેલર્સના રોહિત કિશોરકુમાર માટા ( મૂળ રહે ગામ કોહલી તાલુકો જીલ્લો રેવારી હરિયાણા હાલમાં બી-૧૦૩ પોલીસ સોસાયટી વૈષ્ણોદેવી સર્કલ સામે અમદાવાદ) આવા છેતરપિંડીનો ગુનો કરતો હોવાનું જાણવા મળતા તેની ધરપકડ કરી હતી.

આરોપી રોહીત માટા અને તેનો સાગરીત અમિતસિંગે ( રહે.બિહાર) લોકોને છેતરવા માટે સુલેખા ડોટ કોમ પર ૧૭ જેટલી બોગસ ટ્રાવેલર્સ એજન્સીઓ ખોલી હતી.જેમાં ઈન્કવાયરી આવે તો સસ્તાભાવે ટીકીટ આપવાની લાલચ આપી ગ્રાહક પાસેથી માહિતી મેળવી એરલાઈન્સમાં ફોન કરી ટીકીટ હોલ્ટ કરાવી તેનો મોબાઈલ સ્ક્રિન શોર્ટ પાડી ગ્રાહકને મોકલી આપતા પણ ટીકીટના પૈસા આપતા નહી. રસપ્રદ બાબત એ છે કે, તેઓ ગ્રાહકે આપેલા દસ્તાવેજોથી જ ટ્રાવેલ એજન્સીઓ ખોલી વેબસાઈટ પર મુકતા હતા.

(1:27 pm IST)