રાજકોટ
News of Friday, 1st June 2018

વી.પી વૈષ્‍ણવની ઉંચી ઉડાનઃ ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સમાં ડાયરેકટર તરીકે બિનહરીફ વરણીઃ અભિનંદન વર્ષા

સોૈરાષ્‍ટ્ર-રાજકોટના વેપાર-ઉદ્યોગના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે નવી દિશા-નવો માર્ગ ખુલ્‍યો : જીએસટીના પ્રશ્નો ઉકેલવા,દુરન્‍તોને બોરીવલી સ્‍ટોપ આપવા રજુઆત કરાશે : સાંઢીયા પુલ ખાતે અન્‍ડર બ્રીજ બનાવવા માંગણી : એરપોર્ટનો રન વે લંબાવી શકાય : રાજકોટનેમોટા વિમાનોનો લાભ મળી શકે

રાજકોટ તા ૦૧ : રાજકોટ ચેમ્‍બર કોમર્સના મા.ે મંત્રી, ફેડરેશન ઓફ સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના મા. મંત્રી, ફીક્કીના રાષ્‍ટ્રીયક કારોબારી ીભાય, રાજકોટ ઙરી મર્ચન્‍ટ એસોસીયેશનના ચેરમેન, એસકેએસઇ સીકયુરીટીના ડાયરેકટર સહિત અનેક વિધ વેપાર, ઉદ્યોગ અને સામજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલી વી.પી. વૈષ્‍ણવની ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સમાં ડાયરેકટરપદે બિનહરીફ વરણી થતાં તેમના ઉપર અમિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. તથા સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના વેપાર ઉદ્યોગના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા તથા પ્રશ્નો ઉકેલવાની એક નવી દિશા ખુલી છે.

લડાયક મિજાજ,કામ કરી છુટવાની ભાવના, ધારદાર રજુઆત કરવાની આવડત તથા કામ કર્યે જ છુટકો એવી ભાવના ધરાવતા વી.પી.વૈષ્‍ણવની એક યાદીમાં જણાવાયું છે કે ગુજરાત ચેમ્‍બરના  ઇતીહાસમાં રીજીયોનલ કેટેગરીમાં રાજકોટ-સોૈરાષ્‍ટ્રના કોઇ પ્રતિનિધીને બિનહરીફ સમાવાયો હોય તેવી આ સોૈપ્રથમ ઘટના છે. તેઓએ જણાવ્‍યુ છે કે રાજકોટ-સોરાષ્‍ટ્રના વેપારીઓના પ્રતિનિધી તરીકે નિમણુંક થતા હવે સોૈરાષ્‍ટ્‍-કચ્‍છ-રાજકોટના વેપાર ઉદ્યોગના પ્રાણ પ્રશ્નો જેમ કે જીએસટી, તેનું રીફન્‍ડ, નિકાસ અંગેના પ્રホો હવે ઝડપથી વાચા મળી શકશે. તેઓએ જણાવ્‍યું વે કે ચૈમ્‍બરની અસરકારક રજુઆતોને પરિણામે જ રાજકોટને દુરન્‍તો ટ્રેન મળવા પામી છે. કોર્પોરેશનમાં રજુઆતને પગલે જ કાર્પેટ એરીયા મુજબ હાઉસ ટેક્ષ વસુલવાનું શરૂ કરવામાં આવ્‍યું છે.

વી.પી. વૈષ્‍ણવે યાદીમાં વધુમાં જણાવ્‍યું છે કે જામનગર રોડ ઉપર આવેલા સાંઢીયાપુલ ખાતે ઓવરબ્રીજ બની શકે તેમ નથી તો ત્‍યા ંઅન્‍ડર બ્રીજ બનાવી શકાય અને તે થકી રાજકોટના હયાત એરપોર્ટના રન વે લંબાઇ પણ વધારી શકાય તેને કારણે રાજકોટને એરબસ જેવા મોટા વિમાનનો લાભ પણ મળી શકે અને વિમાન ભાડુ પણ ઘટી શકે. આ સિવાય દુરન્‍તો બોરીવલી સ્‍ટેશને સ્‍ટોપ આપવા અમારી માંગણી છે અને તે માટે રજુઆત કરવામાં આવશે.

વસ.પસ. વૈષ્‍ણવ ભારે સંઘર્ષ કરી એક સફળ પ્રતિનિધી તરીકે બહાર આવ્‍યા છે. ૫૯ વર્ષની ઉંમરે પણ તેઓ અડીખમ તરવરાટ ધરાવી રહ્યા છે. ખોડલધામ મ્‍કાગવડ), રાજકોટ કેન્ર સોસાયટી, લેઉવા પટેલ સમુહ લગ્નોત્‍સવ સમિતિ સહિતની અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલાં છે. ચેમ્‍બર ઓફ કોમર્સ, ફેડરેશન વગેરેમાં તેઓ પહેલેથી જ પ્રતિનિધીત્‍વ ધરાવી રખ્‍યા છે. તેમની ગુજરાત લેવલે ૩ વર્ષ માટે નિમણુંક થતાં ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના સાથી સભ્‍યોએ પણ તેમનું અભિવાદન કરી ગોૈરવની લાગણીઅનુભવી હતી.

(12:37 pm IST)