રાજકોટ
News of Saturday, 1st May 2021

દારૂના ગુનામાં સામેલ ન્યુ નહેરૂનગરના જયેશ બરારિયાને પાસામાં ધકેલતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી ભકિતનનગર પોલીસ દ્વારા દરખાસ્ત તૈયાર થઈ હતી

રાજકોટઃ ભકિતનગર પોલીસ સ્ટેશન તરફથી ઇંગ્લીશ દારૂ વેચાણ કરવાના અનેક ગુન્હાઓ કરવામાં સંડોવાયેલ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે મંજુર કરી જયેશ દેવાયતભાઇ બરારીયા ઉ.વ.૨૬ ધંધો. સ્કુલવાન ડ્રાઇવિંગ રહે. ન્યુ નહેરૂનગર સોસાયટી શેરી નં-૮ રાધે ક્રીષ્ના મકાન ખાંટ રાજપુત સમાજની વાડી પાછળ આહીર ચોક ૮૦ ફુટ રોડ રાજકોટને અમદાવાદ જેલ ખાતે મોકલવા આદેશ કર્યો છે.

પ્રોહીબિશનની બદી નેસ્ત નાબુદ થાય અને ઇંગ્લીશ દારૂનું વેચાણ કરવાના ગુન્હાઓ કરતા ઇસમો આવા ગુન્હાઓ કરતા અચકાય અને આવી પ્રવૃતિ ઉપર અંકુશ રહે તે માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જે.સી.પી.શ્રી ખુરશીદ અહેમદ, ડી.સી.પી. ઝોન-૧  પ્રવિણકુમાર મીણા તથા એ.સી.પી. પુર્વ વિભાગ  એચ.એલ.રાઠોડના માર્ગદર્શન હેઠળ હેઠળ આ કાર્યવાહી થઈ હતી.

આ કામગીરી પોલીસ ઇન્સ. જે.ડી.ઝાલા તથા પી.સી.બી ઇ.પો.ઇન્સ. વી.એસ.વણજારા  તથા ભકિતનગર પોસ્ટે. પો.સ.ઇ. તથા પોલીસ હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ધનશ્યામભાઇ મેણીયા, પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, તથા હોમગાર્ડ હાર્દીક પીપળીયા, તથા પી.સી.બી. શાખાના પો.હે.કો. રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, રાહુલગીરી ગૌસ્વામિ સહિતે કરી હતી.

(4:49 pm IST)