રાજકોટ
News of Saturday, 1st May 2021

કોવિડ-૧૯ મહામારી વચ્ચે મારૂતિ કુરિયરનું માનવતા ભર્યુ કદમ : દર્દીઓને દવાની વિનામુલ્યે ડીલીવરી કરી આપશે

રાજકોટ તા. ૧ : હાલ કોવિડ-૧૯ સંક્રમણની મહામારીએ ગંભીર પરિસ્થિતિ સર્જી દીધી છે. ત્યારે આવા સમયે દર્દીને જરૂરી દવાઓ સમયસર મળી રહે તે માટે મારૂતિ કુરીયર દ્વારા ભારતભરમાં તેના નેટવર્કમાં રીટેલ ગ્રાહકોને દવાઓની વિનામુલ્યે ડીલીવરી કરી આપવાનો નિર્ણય જાહેર કરાયો છે.

આ પહેલ અંગે મારૂતિ કુરીયરના મેનેજીંગ ડીરેકટર અજય મોકરીયાએ જણાવ્યુ છે કે કોવિડ-૧૯ મહામારી વચ્ચે અમે સામાન્ય લોકોને કુરીયર સર્વીસ મળતી રહે તે માટે આ અભિયાન હાથ ધર્યુ છે. કોઇપણ વ્યકિત તેમના સ્વજનોને દવાઓ પહોંચાડવા મારૂતિ કુરીયરના કોઇપણ આઉટલેટસ કે ઓફીસ પર જઇ સંપર્ક કરી શકશે.

 કંપની ગ્રાહક જયા દવાઓ મોકલવા માંગતા હોય તે સ્થળ નજીક આવેલ શ્રી મારૂતિ કુરીયર આઉટલેટ પર આ દવાઓ પહોંચતી કરશે એટલે વ્યવસ્થા થઇ જશે. આઉટલેટ પર કોઇપણ જાતનો કુરીયર ચાર્જ ચુકવવાનો રહેશે નહીં.  તદન વિનામુલ્યે સેવા અપાશે. તેમ અંતમાં અજયભાઇ મોકરીયાએ જણાવેલ છે.

(3:58 pm IST)