રાજકોટ
News of Saturday, 1st May 2021

એ...કાજલ તું અમને મૂકીને કયાં ચાલી ગઇ...

''અકિલા''ની રાહ જોતી હોય...કહેતી નીતિનભાઇ કોરોના ભાગી જાય એટલે આખુ બિલ્ડીંગ લાઇટીંગથી શણગારવું છે : રામકૃષ્ણનગર શોકમયઃ ધર્મરાજ એપાર્ટમેન્ટ હતપ્રભઃ કોરોના સામે જંગ હારી ગઇ

કોરોના સામે જંગ હારી જનાર કાજલ પોતાની વહાલી દિકરી સાથે નજરે પડે છે

રાજકોટ તા. ૧ : એક હસતી-રમતી..ખેલતી-કુદતી અને આખા રામકૃષ્ણનગરમાં ભારે લોકપ્રિય કાજલ ગીરીશભાઇ ચૌહાણ આખરે કોરોના સામે ૧૪ દિવસના જંગ બદલ હિંમત હારી ગઇ અને તમામ રહેવાસીઓ....સગાવહાલા...પતિ ગીરીશભાઇ,વ્હાલસોય  દિકરી પ્રિયાંશી અને દેવાંશી....આખુ રામકૃષ્ણનગર અને ધર્મરાજ એપાર્ટમેન્ટના રહેવાસીઓને નોંધારા મુકી ચાલી નીકળી...રામકૃષ્ણનગર શોકમય બની ગયું છે ગઇકાલે રાત્રે ૯-૩૦ કલાકની આસપાસ  સિવીલ હોસ્પીટલમાં કોરોના સામેજંગહારી ગઇ અને સ્વર્ગની ધામમાં પહોચી ગઇ આ સમાચાર જાણી આખુ ધર્મરાજ એપાર્ટમેન્ટ હતપ્રભ બની ગયું....

કાજલને ''અકિલા'' સાથે અત્યંત પ્રેમ હતો પોતાની બંને દિકરીને બાસ્કેટબોલ અને ટેનીશમાં નેશનલ-ઇન્ટરનેશનલ સુધી અથાગ જહેમત સાથે પહોંચાડનાર કાજલ દર વખતે દિકરીઓના એવોર્ડની વિગતો ''અકિલા''માં પહેલા અપાવતી દરરોજ સાંજે''અકિલા''ની રાહ જોતી હોય...એમાં પણ કોરોનાના અહેવાલો જાણી જીવ બાળતી અને કહેતી નીતિનભાઇ આ કોરોના પુરો થાય એટલી વાર છે....આપણે આખુ ધર્મરાજ એપાર્ટમેન્ટ લાઇટીંગથી શણગારવું છે.

અહી ગઇકાલે ૪૩ વર્ષની આ કાજલને સાંજે સારૂ થઇ ગયું. ઓકસીજન ૯૮ થઇ ગયું....કોરોના નેગેટીવ હતો...પરંતુ રાત્રે ૮ પછી તબીયત બગડી...સીવીલના ડોકટરોએ છેવટ સુધી લડી લીધું, બાયપેપ, વેન્ટીલેટરની કારી ન  ફાવી અને પ્રભુના ધામમાં પહોંચી ગઇ...પતિ ગીરીશભાઇ બન્ને દિકરી ભાંગી પડયા છે. પરંતુ હિંમત નથી હારી..અન્યોને આશ્વસન આપી કહી રહ્યા છે. તમે  રડોમાં..ભગવાનને જેગમ્યું તેખરૂ

(3:51 pm IST)