રાજકોટ
News of Saturday, 1st May 2021

ગુજરાતના સ્થાપના દિને શહેરીજનોને શુભેચ્છા : ભંડેરી - ભારદ્વાજ - મિરાણી

રાજકોટ તા. ૧ : ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને ૬ર માં ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે  ૧ લી મે,  ૧૯૬૦ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત નું વિભાજન થયુ હતું અને ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬ર માં વર્ષમાં પ્રવેશેલુ ગુજરાત આજે દેશના વિકાસનું એન્જીન  સાબીત થઈ રહયુ છે  અને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું વિકાસ મોડેલ પ્રખ્યાત છે.

ગુજરાતની ધરાનું ગૌરવ એવા રવીશંકર મહારાજ ભારતીય સ્વાતંત્ર સેનાની અને સમાજ સુધારક હતા, તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતા. ૧૯ર૦ અને ૧૯૩૦ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડયા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્રય સંગ્રામનું આયોજન કર્યુ હતું.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહયા છે અને ગુજરાત માટે આપેલા યોગદાન અને બલિદાનોને સાર્થક કરી રહયા છે. ત્યારે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે અંતમાં શુભકામના પાઠવતા જણાવ્યું છે.

(2:48 pm IST)