રાજકોટ
News of Saturday, 1st May 2021

પોલીસ અધિકારી સામેની કોર્ટ ફરિયાદમાં ફરિયાદ દાખલ કરવા અદાલતે આપેલ આદેશ

ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપતાં જમાદારને હાજર થવા હુકમ

રાજકોટ, તા.૧: ઓકટોબર ૨૦૧૯માં ક્રાંઇમ બ્રાન્ચના જમાદાર ગેરકાયદેસર રીતે ચંદુભાઇ ટોપીયાના ઘરમાં ઘુસીને તેમની પત્નિ સાથે જગડો કરીને ગાલી ગલોચ કરતા પોલીસએ ફરીયાદ ન લેતા કોર્ટે જમાદાર સામે ગુનો રજીસ્ટરે લેવાનો હુકમ કરેલ છે.

આજથી તા.૧૬-૧૦-૨૦૧૯ના રોજ સામાકાંઠે રહેતા ચંદુભાઇ લક્ષ્મણભાઇ ટોપીયાના ઘરે ક્રાંઇમ બ્રાન્ચના બે જમાદાર મહેશભાઇ મંઢ અને નિશાંતભાઇ બંને જણા રાત્રીના સમયે બીન કાયદેસર રીતે ગૃહ પ્રવેશ કરેલ હોય ત્યારે ગીતાબેન ચંદુભાઇ ટોપીયા હાજર હોય અને આ બંને વ્યકિતએ ઓચિંચા ઘરમાં ઘુસેલા ત્યારે જણાવેલ કે તારા પતિ ચંદુભાઇ ટોપીયાને ખોટા કેસમાં ફીટ કરી આપવાની ધમકી મારેલ હોય, અને ગીતાબેનના હાથમાંથી મોબાઇલ ફોન પડાવી લીધેલ હોય, ગાલી ગલોચ કરેલ અને મકાનમાં મેડી ઉપરના ભાગે ગયેલ ત્યારે ગીતાબેન તેની પાછળ મેડી ઉપર ગયેલ તો આરોપી નિશાંતભાઇએ પેટમાં લાત મારેલ અને હાથ પકડીને ધક્કો મારેલ અને જણાવેલ કે, તારા પતિનેે દારૂના ખોટા કેસમાં ફીટ ન થવું હોય તો રૂ.૫૦/ હજાર આપી દે તેવી ધમકી મારેલ હોય તે તમામ બાબત ફરીયાદી ગીતાબેન ટોપીયાના ઘરમાં મુકેલ સી.સી.ટી.વી.માં રેકર્ડ થયેલ હોય.

આ તમામ હકિકત અંગે ગીતાબેન ટોપીયાએ બી.ડી.વી.પો.સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવા ગયેલ હોય ત્યારે બી.ડી.વી.પો.સ્ટેશનના જે તે સમયના અધિકારીએ ફરીયાદ લીધેલ નહી તેી ગીતાબેનએ આ બાબતે તા.૧૮-૧૦-૨૦૧૯ના રોજ રાજકોટના ચીફ.જયુ.મેજી. સમક્ષ મહેશભાઇ મંઢ અને નિશાંતભાઇ જમાદાર વિરૂધ્ધમાં ફોજદારી ગુનો દાખલ કરવા અરજ ગુજારેલ હતી.

આ કેસમાં પુરાવા ઉપરથી એડવોકેટ સંજય એચ.પંડયાની દલીલ અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓને નામ.કોર્ટના ધ્યાન ઉપર મુકેલ હોય, આ તમામ હકિકતને ધ્યાને લઇને રાજકોટના એડીશનલ ચીફ જયુડી.મેજીસ્ટ્રેટ એ પોલીસ જમાદાર ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પોલીસ કમિશનર કચેરી, રાજકોટવાળા વિરૂધ્ધ આઇ.પી.સી.ની. કલમ ૩૨૩, ૫૦૮, મુજબ ક્રિમ.પો.કોડની કલમ ૨૦૪ હેઠળ ફરીયાદને ક્રિમીનલ કેસ તરીકે રજીસ્ટરે નોંધવા હુકમ ફરમાવેલ છે. અને આરોપી પોલીસ જમાદારને કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ફરીયાદ પક્ષે એડવોકેટ શ્રી સંજય એચ.પંડયા તેમજ મનિષ એચ.પંડયા ઇરશાદ શેરસીયા રોકાયેલ હતા.

(2:46 pm IST)