News of Monday, 1st April 2019
રાજકોટ લોકસભા ચૂંટણીના ૪૯ના સ્ટાફને તાલીમમાં ગેરહાજર બદલ નોટીસ ફટકારાઈ
રાજકોટ, તા. ૧ :. રાજકોટ લોકસભા ચૂંટણીમાં અંદાજે ૧૨ હજારનો સ્ટાફ લેવાયો છે. ગઈકાલે વિધાનસભા બેઠક વાઈઝ તાલીમ-મીટીંગ ફર્સ્ટ લેવલની શરૂ થઈ હતી.
આ તાલીમ દરમિયાન ગઈકાલે સમગ્ર રાજકોટ જીલ્લામાં થઈને ૨૫ પ્રિસાઈડીંગ ઓફિસર અને ૨૪ પોલીંગ ઓફિસર ગેરહાજર રહેતા આ તમામને મદદનિશ ચૂંટણી અધિકારીઓએ નોટીસ ફટકારી ૭ દિ'માં ખુલાસો કરવા તાકિદ કરતા દોડધામ મચી જવા પામી છે. આ બાબતે રાજકોટ જીલ્લા કલેકટરનું પણ ધ્યાન દોરાયું છે. કલેકટરને રીપોર્ટ કરાયાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.
(4:33 pm IST)