રાજકોટ
News of Monday, 1st April 2019

સ્વ.શાંતિબેન મથુરાદાસ ચતવાણી પરીવાર દ્વારા શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાઈ ગયોઃ ૩૬૨ દર્દીઓને નેત્રમણી આરોપણ

બિન્દુબેન જીતુભાઈ ચતવાણી પરિવારે ચિ.હેનીત-ડો.મિરાલી લગ્ન પ્રસંગે દર્દી ભાઈ-બહેનોના હૃદયના આર્શીવાદ મેળવ્યા

રાજકોટ : સ્વ.શાંતિબેન અને સ્વ.મથુરાદાસ ચતવાણી, શ્રીમતી બિંદુબેન તથા જીતુભાઈ ચતવાણી, રાજકોટ દ્વારા ચિ.હેનિત - ડો.મિરાલીના શુભલગ્ન પ્રસંગે આર્શીવાદ નિમિતે તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સંયુકત ઉપક્રમે શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૩૬૨ દર્દીઓના આંખના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરવામાં આવેલ.

આ નેત્રયજ્ઞમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને પરિવારે પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીનું પૂજન કરી દર્દીઓને મળી ભાવવિભોર થઈ તેઓને વંદન કરેલ હતા અને રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા થઈ રહેલ સેવાની પ્રવૃતિને બિરદાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી શ્રી  પ્રવિણભાઈ વસાણી દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.

કેમ્પમાં દાતા પરીવાર શ્રી જીતુભાઈ ચતવાણી, શ્રી બિંદુબેન ચતવાણી તથા ચિ. મિરાલી હેનીત ચતવાણી દ્વારા પ.પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીનું પૂજન કરેલ હતું તથા દર્દીઓની આરતી કરી હતી. આ કેમ્પમાં શ્રી સુરેશભાઈ ગણાત્રા (જલારામ જયોત), 'અકિલા' પરિવારના મોટાબહેન શ્રીમતી મીનાબેન હરીશભાઈ ચગ, શ્રી હિતેશભાઈ ચગ, શ્રી પરેશભાઈ ચગ, શ્રી લલીતભાઈ શાહી (એડવોકેટ) પરીવાર, શ્રી જયોતિબેન સોઢા, નિશાબેન દેવાણી તથા ચંદ્રકાંતભાઈ દક્ષીણી સહિત મહેમાનોનું સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઈ વસાણીએ ફુલગુચ્છ આપી સ્વાગત કરેલ હતું.

આ નેત્રયજ્ઞમાં દર્દીઓને વિનામૂલ્યે રહેવા - જમવા, ચા - પાણી, નાસ્તો, શુદ્ધ ઘીનો શીરો, દવા, ટીપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન કરવામાં આવેલ હતા. ઉકત તસ્વીરમાં શ્રી જીતુભાઈ ચતવાણી, શ્રીમતી બિંદુબેન ચતવાણી, શ્રી સુરેશભાઈ ગણાત્રા (જલારામ જયોત), શ્રીમતી મિનલબેન સુેરશભાઈ ગણાત્રા, ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલા પરિવારના મોટાબહેન મીનાબેન હરીશભાઈ ચગ, જાણીતા એડવોકેટ શ્રી લલીતભાઈ શાહી, શ્રી હિતેશભાઈ ચગ, શ્રી પરેશભાઈ ચગ, શ્રી નલીનભાઈ સોઢા તેમજ શ્રીમતી કિરણબેન નિમીષભાઈ ગણાત્રા, શ્રીમતી હર્ષાબેન પરેશભાઈ ચગ, ડો.જયોતિબેન સોઢા, શ્રીમતી નિશાબેન દેવાણી, શ્રીમતી દૃષ્ટિબેન અમિતભાઈ સવજીયાણી, ચિ.મિરાલી હેનીત ચતવાણી, તથા ચિ. ધન્વી નિમીષભાઈ ગણાત્રા નજરે પડે છે.

(3:31 pm IST)