રૈયા રોડ પર યુવાનની હત્યાની કોશિષના ગુનામાં પાંચ વર્ષથી ફરાર ભુપેન્દ્ર ઉર્ફે ભુપત પકડાયો
મોબાઇલની દુકાનમાં તોડફોડ અને ફાયરીંગના ગુનામાં ભુપેન્દ્ર બસીયાની સંડોવણી ખુલી'તી
રાજકોટ, તા. ૧ : રૈયા રોડ પર આમ્રપાલી નજીક મોબાઇલની દુકાનમાં તોડફોડ અને ફાયરીંગ કરી યુવાનની હત્યાની કોશિષના ગુનામાં પાંચ વર્ષથી ફરાર શખ્સને ગાંધીગ્રામ પોલીસે ભેસાણના ગળથ ગામેથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ગાંધીગ્રામપોલીસ મથકના પી.આઇ.કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીે.એસ.આઇ. જે.જી. રાણા, હેડ કોન્સ. ખેડૂભા, કોન્સ. કિશોરભાઇ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, દિગ્વીજસિંહ, ગોપાલભાઇ તથા બ્રીજરાજસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. ખોડુભા જાડેજા અને કિશોરભાઇ ધુધલને મળેલી બતમીના આધારે ભુપેન્દ્ર ઉર્ફે ભુપત ઉફેૃ બાલુ જીલુભાઇ બસીયા (ઉ.વ.૪૦) (રહે. ગળથ ગામ તા. ભેંસાણ) ને ગળથ ગામમાંથી જડપી લીધો હતો. રૈયા રોડ આમ્રપાલી નજીક મોબાઇલની દુકાનમાં તોડફોડ અને ફાયરીંગ કરી યુવાનની હત્યાની કોશિષના ગુનામાં સામેલ ભુપેન્દ્ર ઉર્ફે ભુપન પાંચ વર્ષથી ફરાર હતો.