કિસ્મતનગરમાં અશોક સોલંકીના મકાનમાં દરોડો : જુગાર રમતા આઠ શખ્સો પકડાયા
યુનિવર્સિટી પોલીસનો દરોડો : ત્રણ મહિલા સહિત ૮ની ધરપકડ : જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ
રાજકોટ તા. ૧ : દોઢ સો ફૂટ રોડ પર આવેલા કિસ્મતનગરના મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ નાગરિક બેેંકની પાછળ કિસ્મતનગર શેરી નં. ૧ બ્લોક નં. ૫માં એક શખ્સ જુગાર રમાડતો હોવાની બાતમી મળતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી.જાડેજા, કૃષ્ણદેવસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, રાજેશભાઇ, મુકેશભાઇ, બ્રીજરાજસિંહ તથા મહેન્દ્રસિંહ સહિતે દરોડો પાડી મકાન માલીક અશોક ગાંડુભાઇ સોલંકી (ઉ.૩૯) તથા કાલાવડ રોડ કણકોટના પાટીયા પાસે મફતીયાપરાના આધેડ પુનાભાઇ વડેસા (ઉ.૨૪), સુનીલ પુનાભાઇ વડેસા (ઉ.૨૩), આપા સામતભાઇ દેસાઇ (ઉ.૩૫), ચીરાગ હસમુખભાઇ ચૌહાણ (ઉ.૨૨), ઉપલેટાના મંજુલાબેન નરેન્દ્રભાઇ જીરકા, કણકોટ રોડ મફતીયાપરાના કમળાબેન આપાભાઇ દેસાઇ અને સોમનાથ સોસાયટી શેરી નં. ૧૧ના ઉષાબા ઉર્ફે ધર્મીષ્ઠાબા મહેન્દ્રસિંહ જાડેજાને જુગાર રમતા પકડી લઇ રૂ. ૨૫,૨૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.