રાજકોટ
News of Monday, 1st March 2021

દેશની આર્થિક વ્યવસ્થાને વધુ મજબુત કરવા સકારાત્મક ચર્ચા-વિચારણા જરૂરીઃ મગનભાઇ પટેલ

રાજકોટ, તા., ર૭: નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકારે છેલ્લા સાત વર્ષમાં જુદા જુદા મિશન અને કાર્યક્રમોનાં માધ્યમથી દેશની આર્થીક વ્યવસ્થાને ગતિ આપવા આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડીયા, સ્કીલ ઇન્ડીયા, વોકલ ફોર લોકલ તેમજ સબ કા સાથ સબકા વિકાસ જેવા સિધ્ધાંતોને ધ્યાનમાં રાખી અનેક સુધારાવાદી કદમ ઉઠાવ્યા છે છતાય દેશના ઔદ્યોગીક , રોજગાર, મુડી રોકાણ અને ચાઇના વેપાર વિશે કેટલાક પ્રશ્નો અને અભિગમોની રજુઆત ઓલ ઇન્ડીયા એમએસએમઇ ફેડરેશનના પ્રમુખ મગનભાઇ પટેલે વડાપ્રધાન સહીત સંબંધીત કેન્દ્રીય મંત્રાલયોને જુદા જુદા પત્રો દ્વારા કરી છે.

તેઓએ જણાવ્યું છે કે કોરોના મહામારીમાં લોકડાઉન પછી દેશમાં વિવિધ કાચા માલમાં રપ ટકાથી ૪૦ ટકા સુધીનો ભાવ વધારો થતા આયર્ન એન્ડ સ્ટીલ, નોન ફેરસ મેટલ, પ્લાસ્ટીક, મિનરલ્સ અને પેટ્રોલીયમ વિગેરે ખુબ મોંઘા થયા છે. જેની સીધી અસર દેશના એમએસએમઇ ઉપર બે મહીના માટે ભારણ રૂપે પડશે પછી તેનો ભાર ૧રપ કરોડ નાગરીકો પર આવશે તેની લાંબાગાળાની અસરો અંગે સરકારે વહેલી તકે વિચારી વધતા ભાવોને કાબુમાં રાખવા પગલા લેવા પડશે કારણ કેએમએસએમઇ તે ઉત્પાદકતા હાંસલ કરતો ક્ષેત્ર છે. હાલમાં મોંઘવારીને લીધે સામાજીક ક્ષેત્રે વિસંગતતા અને વિટંબણાઓ ઉભી થતા ગરીબ, પગારદાર અને મધ્યમ વર્ગનો માનવી પીડાઇ રહયો છે. તેમની જીવન શૈલીને માઠી અસર પહોંચી છે.

કદેશમાં મુડીરોકાણને આકર્ષવા માટે સસ્તી લેબર કોસ્ટ તે એક મહત્વનો ભાગ છે. પરંતુ દેશની અર્થવ્યવસ્થાને આપણે સ્કિલડ વર્કસને મળવા પાત્ર મહેનતાણુ કે વળતર સાથે યોગ્ય રીતે સાંકળી શકયા નથી જેના કારણે દેશમાં ઉચ્ચ ગુણવતાના ઉત્પાદનો બન્યા નથી. મેન્યુફેકચરીંગ સેકટરમાં વેલ્યુ એડીશન અને કવોલીટી પ્રોડકશન સાથે રાખીને થાય તે ઇચ્છનીય છે.

આપણી પાસે દુનિયાની બેસ્ટ સ્કિલ્ડ અને વર્ક ફોર્સ ઉપલબ્ધ હોય ત્યારે ભારત ઇન્વેન્શન અને ઇનોવેશનમાં અગ્રેસર રહી મેન્યુફેકચરીંગ સેકટરને પ્રાધાન્ય આપી હાલની ગ્લોબલ પરિસ્થિતિને અનુરૂપ વેપાર-વાણીજયમાં આગેવાની લઇ પેટર્ન તેમજ હક્કો મેળવવા અને ઇન્ટલેકચુકલ  પ્રોપર્ટી રાઇટ(આઇપીઆર)નું  જતન અને રક્ષણ કરી આર્થિક વિકાસ સાધવા અને તેના પરીણામમાં સુધારો હાંસલ કરવા સરકારી કક્ષાએ યોગ્ય નીતીઓ ઘડવા વિચારણા કરવી પડશે તેમ અંતમાં મગનભાઇ પટેલ (મો. ૯૮રપ૦ ૧૬૧૭૮)એ જણાવેલ છે.

(2:59 pm IST)