રાજકોટ
News of Friday, 1st January 2021

કોરોનામાં ઓફલાઇન પરીક્ષા લેવાના આત્મીય યુનિવર્સિટીના નિર્ણયની વાલી-વિદ્યાર્થીઓમાં રોષ

કોરોનાથી કોઇ સંક્રમિત થાય તો જવાબદાર કોણ ? ઓનલાઇન લેવા માંગ

રાજકોટ, તા.૧: શહેરમાં કોરોના હજુ કાબુમાં નથી આવ્યો. રોજ કોરોનાથી સંક્રમિત લોકો થતાં રહે છે. સામાજીક પ્રસંગોમાં નિયત સંખ્યામાં આવી છે ત્યારે શહેરની આત્મીય યુનિવર્સિટી દ્વારા ઓફ લાઇન પરીક્ષા લેવાનો નિર્ણય થતા વિદ્યાર્થીઓ-વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. આત્મીય યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા લેવાના નિર્ણય સામે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ અને તેમના સંગઠનોએ આજે રજુઆત કરવા છતાં સત્તાધિક્ષોએ કોઇ યોગ્ય પ્રતિકાર આપ્યો નથી. આત્મીય યુનિવર્સિટીના સત્તાધીશો સામે વાલીઓ અને છાત્રો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

કોરોનાનું નવુ સ્વરૂપ ડોકીયા કરે છે ત્યારે આત્મીય યુનિવર્સિટીનો ઓફલાઇન નિર્ણયથી વાલીઓમાં ચિંતાની લાગણી છવાય છે. આત્મીય યુનિવર્સિટીમાં કોઇ છાત્ર કોરોનાથી સંક્રમિત થાય તો જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન કરી ઓનલાઇન પરીક્ષા યોજવા માંગ કરી છે.

(3:43 pm IST)