રાજકોટ
News of Friday, 1st January 2021

'અપરાધ છોડો પરિવાર બચાવો...ફરી ન પધારશો': ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચિત્રનગરી ટીમની કલાકૃતિ

પીઆઇ કે. એ. વાળા અને ટીમે સમગ્ર લોકોને પ્રેરીત કરતાં ચિત્રો બનાવનારા ચિત્રકારોની ટીમને બિરદાવી

રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચિત્રનગરીની ટીમ દ્વારા ૩૦ જેટલા અલગ-અલગ સંદેશાત્મક ચિત્રો-સ્લોગન પોલીસ મથકના કમ્પાઉન્ડ વોલમાં તેમજ લોકઅપમાં બનાવવામાં આવ્યા છે. આ ચિત્રો અને સ્લોગન પોલીસ સ્ટેશનમાં આવતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે અને લોકોને અલગ અલગ સંદેશા પણ આપશે. પીઆઇ કે. એ. વાળાએ જણાવ્યા મુજબ ચિત્રનગરીના ચિત્રકારોએ અદ્દભુત કલાકૃતિનું પ્રદર્શન કર્યુ છે. સમગ્ર કલાકારોને પોલીસ સ્ટેશન તરફથી બીરદાવામાં આવ્યા હતાં.  વર્દીમાં ભગવાન, દિન હો યા રાત, ધૂપ હો યા બરસાત આપ કી સેવા કે લીયે પુલિસ હૈ આપ કે સાથ...સહિતના સુત્રો અને દ્રશ્યો બનાવવામાં આવ્યા છે. કોઇના પ્રસંગમાં જઇએ તો ત્યાં ભલે પધાર્યા એવા આવકાર દાયક બેનર હોય છે. પોલીસ મથકના લોકઅપ પર ફરી ન પધારશો એવું પ્રેરણા આપતું સ્લોગન લખાયું છે.

(2:59 pm IST)