રાજકોટ
News of Friday, 1st January 2021

'પુજારા ટેલીકોમ' ગુજરાતની સૌથી ઝડપથી વિકસતી મોબાઇલ રીટેલ ચેઇન : કેબીનેટ મંત્રીના હસ્તે બહુમાન

યુવા મનેજીંગ ડીરેકટર રાહીલ પુજારાને ટાઇમ્સ આઇકોન એવોર્ડ એનાયત

રાજકોટ તા. ૩૧ : મોબાઇલ ફોન વેચાણ ક્ષેત્રે ગુજરાતના ખુબ જાણીતા પુજારા ટેલીકોમ ૧૨૦ થી વધુ મોબાઇલ રીટેલ સ્ટોર સાથે ગુજરાતની સૌથી ઝડપથી વિકસતી મોબાઇલ રીટેલ ચેઇન બનતા કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પુજારા ટેલીકોમના મેનેજીંગ ડીરેકટર રાહીલ પુજારાને એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે ૧૯૯૪ માં યોગેશભાઇ પુજારાએ પુજારા ટેલીકોમની શરૂઆત કરી હતી. વર્ષોના અનુભવના આધારે શરૂ કરેલ આ બીઝનેશે ગ્રાહકલક્ષી સુવિધાઓ આપી ગ્રાહકવર્ગમાં સારૂ સ્થાન હાંસલ કરી લીધુ છે.  હવે યુવા મેનેજીંગ ડાયરેકટર રાહીલ પુજારા બાગડોર સંભાળી  પુજારા ટેલીકોમની વિકાસ કુચને આગળ ધપાવી રહ્યા છે.

ટાઇમ્સ આઇકોન ૨૦૨૦ નું આ સન્માન મળ્યુ તે બદલ ખુશી વ્યકત કરતા રાહીલ પુજારાએ જણાવેલ કે આ સન્માન અમો અમારા લાખો ગ્રાહકોને અર્પણ કરીએ છીએ. ગ્રાહકોના વિશ્વાસ અને તેમની ડીમાન્ડ અમને નવા સાહસ માટે પ્રેરણા પુરી પાડે છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરો સુધી પુજારા ટેલીકોમ વિસ્તર્યુ છે. ત્યારે ૨૦૨૧ ના વર્ષમાં અમારી ગ્રાહકલક્ષી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા અમારા પ્રયાસો રહેશે.

(3:02 pm IST)