રાજકોટ
News of Monday, 1st January 2018

સરગમ કલબ દ્વારા શહેરના ત્રણ ધારાસભ્યોનું પરંપરાગત સન્માન

 જાહેર જીવનમાં સફળ થયેલી વ્યકિતઓનું જાહેર અભિવાદન કરવાની પોતાની પરંપરાને જાળવી રાખીને સરગમ કલબે રાજકોટના ત્રણ ધારાસભ્યોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયે કહ્યું હતું કે તાજેતરની ચુંટણીઓમાં રાજકોટની ચારેય બેઠક ભાજપને મળી તેમાં સરગમ કલબનો સિંહફાળો છે. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કહ્યું હતું કે, આવા જાહેર સન્માનને કારણે જાહેર જીવનમાં પડેલા લોકોને સેવા કરવા માટે બળ મળે છે. આ અભિવાદન સમારોહમાં ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી અને લાખાભાઇ સાગઠિયાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલભાઇ બારસિયા, ઉદ્યોગપતિ શિવલાલભાઇ આદ્રોજા, કાશ્મીરાબેન નથવાણી, વિનુભાઇ પારેખ, વગેરે અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જી. ટી. પંડયા, નવીનભાઇ ઠકકર, રઘુનંદનભાઇ સેજપાલ, જયશ્રીબેન સેજપાલ, કિશોરભાઇ કોટક, શાંતુભાઇ રૂપારેલીયા, રમેશભાઇ ઠકકર, રમણિકભાઇ જસાણી, મુકેશભાઇ દોશી, રશ્મિભાઇ મોદી, વિનોદભાઇ ઉદાણી, જીવણભાઇ પટેલ, પિયુષભાઇ શાહ વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં સ્વાગત પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, રમેશભાઇ અકબરી, અનવર ઠેબા, કૌશિક વ્યાસ, મિતેનભાઇ મહેતા, અલ્કાબેન કામદાર, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, વિપુલા હિરાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:06 pm IST)