Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મેયર બંગલે મુખ્યમંત્રીએ શહેર-જિલ્લા ભાજપના અગ્રણીઓ સાથે ગુફતેગુ કરી

રાજકોટઃ ભવ્ય રોડ-શો અને લોકાર્પણના કાર્યક્રમો યોજ્યા બાદ મુખ્યમંત્રી આ લખાય છે ત્યારે બપોરે ૩ કલાકે મેયર બંગલે શહેર ભાજપ અને જિલ્લાના હોદ્દેદારો-કાર્યકરો સાથે બંધ બારણે બેઠક યોજી રહ્યા છેઃ આ બેઠકમાં મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારો પણ હાજર છેઃ રાજકોટમાં ભાજપના નેતાઓ-કાર્યકરોને મળવુ અને વાતચીત કરવી એ કાર્યક્રમના ભાગરૂપે મુખ્યમંત્રી પક્ષના લોકોને મળી રહ્યા છેઃ મુખ્યમંત્રીએ સંભવતઃ કાર્યકરોને એક બની આગામી ચૂંટણીઓ માટે તૈયાર થવા અને લોકોના કામકાજો સમયસર પૂરા થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યુ હતુઃ આ બેઠકમાં પત્રકારોને પ્રવેશ અપાયો નહોતો

(4:05 pm IST)