Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

આનંદમયી કન્યા વિદ્યાલયમાં સ્થાપનાદિનની ઉજવણી

 માં આનંદમયી કન્યા વિદ્યાલયના ૪૦ માં સ્થાપના દિવસની ઉજવણી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરાઇ હતી. શાળાના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, દાતા ગીરીશભાઇ અકબરી, સુરેશભાઇ અકબરી વગેરે ઉપસ્થિત રહેલ. શાળાની વિદ્યાર્થીનીઓએ રાજસ્થાની ઘુમર નૃત્ય, ગુજરાતી ગરબા, મુકુન્દા ડાન્સ અને સ્કુલ લાઇફ ડ્રામા ઓઝોન નૃત્ય નાટીકા રજુ કરેલ. શાળાની વિદ્યાર્થીની ચાવડા ભુમિકાએ બેટી બચાવો વિષે વકવ્ય રજુ કરેલ. સીતાપરા અમીએ 'તેરી લાડકી મે' ગીત રજુ કરેલ. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરાયુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી. 

(3:37 pm IST)