Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સરકારી કચેરીઓમાં ટેબલે-ટેબલે ફાઇલો ફરવાનું બંધ થશેઃ 'ઇ-સરકાર એપ.' અમલમાં

રાજકોટ તા. ૩૧ :.. રાજય સરકારે ટેબલે-ટેબલે ફાઇલોનું ફરવાનું બંધ કરાવવા માટે ઇ-સરકાર એપ્લીકેશન અમલમાં મુકી છે. જેમાં ઇ-ફાઇલ, ઇ-ટપાલ, ઇ-મીટીંગ મેનેજમેન્ટ, એપોઇમેન્ટ શીડયુલ્ટ જેવા મોડયુલર ઉપલબ્ધ છે. નવી એપ. અંગે વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગના નાયબ સચિવ એન. એચ. ગઢવીની સહીથી તા. ર૮ ડીસેમ્બરે પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

રાજયના તમામ વહીવટી વિભાગોને નીચે મુજબની કાર્યવાહી કરવા જણાવાયુ છે.

વિભાગના તમામ અધિકારી, કર્મચારી દ્વારા ઇ-સરકાર એપ્લિકેશનનું અમલીકરણ સત્વરે શરૂ કરવાનું રહેશે.

હવેથી વિભાગને મળતી તમામ ટપાલો વિભાગના રજીસ્ટ્રી યુઝર્સ દ્વારા સ્કેન કરીને   IWDMS એપ્લિકેશનમાં રજીસ્ટર ન કરતાં,  માત્ર ઇ-સરકારના ઇ-ટપાલ મોડયુલમાં જ સ્કેન કરીને રજીસ્ટર કરવાની રહેશે અને ઇ-સરકારના ઇ-ટપાલ મોડયુલ મારફત જ તમામ શાખા અધિકારીઓ અને અન્ય અધિકારીઓને મોકલવાની રહેશે.

વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓએ ઇ-સરકાર એપ્લિકેશનના ઇ-ફાઇલ મોડયુલ મારફત જ ફાઇલ તૈયાર કરી રજૂ કરવાની રહેશે.

તમામ વિભાગોએ હાલની કાર્યરત ફીઝીકલ ફાઇલની મુવમેન્ટ બંધ થાય તે અંગે કાળજી લેવાની રહેશે.

(3:04 pm IST)