Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજકોટ મનપાના એડિશનલ ઈજનેર પરેશ જોશીનો આપઘાત : ન્યારી ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં .5 માં બાંધકામ શાખામાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પરેશ જોશી ડેમમાં કૂદી પડ્યા : પગીએ જોઈ જતા બુમાબુમ કરતા લોકો એકત્ર થયા : ફાયર બ્રિગેડ સ્ટાફે મૃતદેહ બહાર કાઢ્યો : તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

રાજકોટ :  મ્યુનિ.કોર્પોરેશનનાં ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં .5 માં બાંધકામ શાખામાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પરેશ ચંદ્રકાન્ત જોશીએ આજે સાંજે 6 વાગ્યા આસપાસ કાલાવડ રીડ પરના ન્યારી ડેમ ખાતે પાળા પરથી ડેમના પ્રથમ દરવાજા પાસેથી પાણીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી છે . તત્કાલ આ ઘટનાની ફાયર બ્રિગેડને જાણ થતા કાલાવડ રોડ ફાયર સ્ટેશનનો સ્ટાફ ન્યારી ડેમ દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢ્યો હતો .  આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે .

મૃતક યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર રહે છે . ઘટનાના પગલે મૃતકના સ્નેહી , પરિવારજનો અને મનપાના અધિકારીઓ , કર્મચારીઓ દોડી ગયા હતા

(11:12 pm IST)