Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

યુનિવર્સિટી રોડ પર પરથી ૧૩ હજારની સ્કોચ વ્હીસ્કી સાથે જય પાચાણી પકડાયો

પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી.જે.જાડેજા અને ટીમની કાર્યવાહી : ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમ આ વર્ષમાં કામગીરી, ડિટેકશનમાં મોખરે રહી છે

રાજકોટઃ ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુનિવર્સિટી રોડ પટેલ રેસ્ટોરન્ટ સામેથી બાઇકમાં સ્કોચની રૂ. ૧૩૫૦૦ની ૬ બોટલ રાખી નીકળેલા જય ચંન્દ્રકાંતભાઇ પાંચાણી (ઉ.૩૪ ધંધો.-જુના મોબાઇલ ફોનું રિપેરીંગ, રહે. રવીરત્ન ચોક, શેરી નં.૪, પંચાયત ચોક પાછળ, મુળ વડાળી રોડ, કારડીયા વાસ, ભાયવાદર તા.ઉપલેટા)ને પકડી લઇ દારૂ , મોબાઈલ, બાઇક મળી કુલ રૂ. ૬૫,૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી, પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી ૩૧ ડીસેમ્બર પુર્વે  શહેરમાં ઇંગ્લીશ દારૂની પ્રબવૃતિ ઉપર અંકુશ લાવવા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઇ જયેશભાઇ નિમાવત, કોન્સ. જયદિપસિંહ બોરાણાની બાતમી પરથી પીઆઇ વી. કે.ગઢવી, પીએસઆઇ વી. જે. જાડેજા,એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, જયદિપસિંહ બોરાણા, શકિતસિંહ ગોહિલ તથા કુલદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:20 pm IST)