Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

રૂડાના ૧-૨-૩ BHK ૬૮૮ ફલેટના ફોર્મનું કાલથી વિતરણ

EWS-૧,૨ના ફોર્મ કોટક મહિન્દ્રા બેંક, ૨ BHKનાં HDFC બેંક તથા ૩BHKનાં ICICI બેંકથી વિતરણ

રાજકોટ : પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ (રૂડા) દ્વારા નિર્માણાધિન આવાસો પૈકી EWS-૧ પ્રકારના ૧૨૨ આવાસો, EWS-૨ પ્રકારના ૩૦૩ આવાસો, LIG પ્રકારના ૧૦૨ આવાસો તથા MIG પ્રકારના ૧૬૧ આવાસો મળી કુલ ૬૮૮ આવાસો જુદા જુદા ૭ સ્થળોએ ખાલી રહે છે. આ ખાલી આવાસો ફાળવવા માટે ફોર્મ વિતરણની પ્રક્રિયા કોટક મહિન્દ્રા બેંકની (૧૦ શાખા), ICICI બેંક (૧૩ શાખા) તથા HDFC બેંક (૧૫ શાખા) આમ ત્રણે બેંકોની રાજકોટ શહેરની ૩૮ શાખાઓ તથા રૂડા કચેરીએથી આમ કુલ ૩૯ સ્થળથી તારીખ ૦૧જાન્યુઆરી થી ૧૬જાન્યુઆરી દરમિયાન આયોજિત કરેલ છે.

વધુમાં લોકોની સરળતા માટે શરુ કરાયેલ ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા ચાલુ છે જે અનુસાર ઓનલાઇન ફોર્મ ભરવા માટે રૂડા કચેરીની વેબસાઇટ www.rajkotuda.com, www.rajkotuda.co.in પરથી તા. ૦૧ થી તા. ૧૬ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. લાભાર્થીને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં ૦૨૮૧૨૪૪૦૮૧૦ / ૯૯૦૯૯૯૨૬૧૨ પર સંપર્ક કરવા રૂડા કચેરીની યાદીમાં જણાવેલ છે.

(4:04 pm IST)