Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

'નલ-સે-જલ' યોજનાની મુદત પૂર્ણઃ માત્ર ૯૫૦ અરજીઓ મંજુર

શહેરના ત્રણેય ઝોનમાં અંદાજીત ૨૫ હજાર ભૂતિયા નળ હોવાનુ સર્વેમાં ખુલ્યુ હતુઃ મુદત વધશે ? ચર્ચા

રાજકોટ તા. ૩૧ :.  રાજય સરકારે ભૂતિયા નળ જોડાણોને રેગ્યુલાઇઝ કરવા માટે 'નલ-સે-યોજના'  અમલી બનાવાય હતી. આ યોજનાના આજે અંતિમ દિવસ સુધીમાં ૯૫૦ જેટલા ભૂતિયા નળ રેગ્યુલાઈઝની અરજીઓ મંજુર થઈ છે. હજુ ઘણુ અરજીઓ પેન્ડીંગ છે.  આ યોજનાની મુદત લંબાવવામા આવે તેવી શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે. જે અનુસંધાને શહેરમાં કુલ ૧૯ હજારથી વધુ ભૂતિયા નળ હોવાનો સર્વે થયો છે. અને તે પૈકી ૯૩૨ જેટલા ભૂતિયા નળ રેગ્યુલાઇઝ કરવાં અરજીઓ મળતાં તેમાંથી ૮૮૩ જેટલી અરજીઓ મંજુર થઇ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી 'નલ સે જલ' યોજનાની ઝુંબેશ ચાલુ થઇ છે. જેમાં સૌથી વધુ ભૂતિયા નળ ૯૭૨૩ વેસ્ટ ઝોનમાં હોવાનું સર્વેમાં ખૂલ્યુ છે. સામાકાંઠે ઓછા એટલે કે ૩૫૨૭ ભૂતિયા નળ હોવાનું સર્વેમાં બહાર આવ્યુ છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં ૫૯૨૧ ભૂતિયા નળ હોવાનુ સર્વેમાં ખૂલ્યુ છે.

ભારત સરકારની 'નલ સે જલ' યોજના અંતર્ગત ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તમામ શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં ટેપ વોટરથી મળે તે માટે નીતિ જાહેર કરી છે. આ નીતિ અનુસાર રાજકોટ મહાનગરપાલિકાનાં પાણીનું નેટવર્ક ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાં જે નાગરીકો દ્વારા કોઇ પ્રક્રિયા વગર કે નિયત ફી ભર્યા વગર ગેરકાયદેસર સીધા પાણીનાં જોડાણ લેવામાં આવેલ હોય તેવા કનેકશનોને નિયત ફી ભરીને રેગ્યુલરાઇઝ-કાયદેસર કરી આપવા તથા રહેણાંકનાં એકમોમાં રહેતી વ્યકિતને નિયત ફી ભરી, નિયત પ્રક્રિયા દ્વારા પાણીનાં નવા કનેકશન આપવા-લિંક કરવા અંગેની કાર્યવાહી કરવામા આવી હતી.

અત્રે નોંધનિય છે કે થોડા વર્ષો અગાઉ જે-તે વખતના મ્યુ.કમિશ્નર વિજય નેહરા દ્વારા ભૂતિયા નળ શોધીને રેગ્યુલાઇઝ કરવાની યોજના હાથ ધરાયેલ તે વખતે ર૦ હજાર જેટલા ભૂતિયા નળને કાયદેસર કરવામાં આવ્યા હતા જેના પાણી વેરાની આવક તંત્રને હવે દર વર્ષે થવા લાગી છે.

(4:01 pm IST)