Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

મેન્ટર

દૂરદર્શનનું દર્શન

હા દૂરદર્શન શબ્દ વાંચતા જ સર્વત્ર જે છબી પ્રતિકૃત થાય છે તે ટીવી પર ચાલતા દૂરદર્શન ચેનલની જ હોય. ટેલીવીઝન એટલે પણ મુળ અર્થે દૂરદર્શન જ છે. આ દૂરદર્શન પર અનેક માધ્યમો દ્વારા ચાલતી જુદી જુદી ચેનલોના ચકડોળે જાહેર જનતાને એક જરૂર જેવા ચકડોળે ચડાવી છે તેમ કહેવું અતિશયોકિત નથી લાગતી મને કહેવાય છે કે જરૂરીયાત શોંધની જનની છે. માનવજીવન જયારે પ્રગતિકારક બને છે યુગ પરિવર્તન થાય છે ત્યારે માનવ જીવનની જરૂરીયાતો બદલે છે અને આ જરૂરીયાતો નવી વસ્તુઓની શોધ તરફનો માર્ગ નિર્દેશ કરે છે એવી જ એક અદ્વિતીય અને આપના જીવનનો અતૂટ ભાગ બની ગયેલ શોધ એટલે ટેલીવીઝન જેમ આજે વિજળી વગર માણસનું જીવન અંધકારમય છે તેમ ટીવી વગર જાણે તેનું જીવન સુમશાન છે આ ટેલીવીઝનની શોધ ૭મી સપ્ટેમ્બર ૧૯૨૭ના ફિલો થાયલર ફેંસવર્થ નામના અમેરીકન શોધકે કરી હતી આ ફેંસવર્થ ભાઈઓ આભાર વ્યકત કરવો કે ભાર વ્યકત કરવો એ ખરેખર દ્વિધાયુકત મનઃ સ્થિતિ છે કેમ કે ટેલીવીઝનની થતી અસરોની તરફ દૃષ્ટિપાત કરતા આ પ્રશ્ન તો સહેજ જ ઉદ્દભવે છે.

આ દૂરદર્શનમાં ચાલતા મનોરંજન કાર્યક્રમો અને અસંખ્ય ટીવી કાર્યક્રમો એ સમાજ પરિવર્તનમાં મહત્વનો ફાળો આપ્યો છે. આજે આવી સીરીયલો બાળમાનસ જ ના માત્ર પણ પુખ્તવયનું માનસ વિકૃત કરવામાં ચુંબક જેવુ કાર્ય કરે છે. ફિલ્મો અને દૂરદર્શનના પરભવે માનવ માનવ વચ્ચે સીમાડાઓની હદ તો તૂટી છે પરંતુ મર્યાદાની સીમાઓ પણ લાંગરાય પ્રવર્તમાન સમયમાં પૂરૂ ફેમીલી ટીવીના અસરકારક જાદુનું જયારે શિકાર બન્યુ હોય ત્યારે ખાસ કરીને બાળકો અને ઘર વ્યવસ્થાની સ્થિતિ વકરે છે. બાળકોના માનસ પર ગુનાહિત દૃશ્યો, બિભત્સ દૃશ્યો, મારામારીના દૃશ્યો અસર કરે છે.

એક સંશોધન મુજબ કોઈપણ વ્યકિત તેની દૃશ્ય શ્રાબી પ્રસ્તુતિમાંના માત્ર દૃશ્ય પણ શ્રાબી અનુભવો સાથે મળે છે તો સ્મૃતિ દીર્ઘકાયી બને છે આ ટેલીવીઝન દૃશ્ય શ્રાબી મધ્યમ તરીકે ચિરસ્થાયી અસરો નિપજાવે છે બાળકોના માનસ યુકિત પ્રયુકિતથી ભરાય જાય છે. આ સીરીયલોમાં ચાલતા ''ઘરનાં જ ઘાતકી''ના વળાંકો બાળકોની નિખાલસતા અને તેમના કોમળ મનની કોમળતા છીનવી લે છે.

સ્ત્રીઓ માટે ટાઈમ પાસના માધ્યમ તરીકે ટેલીવીઝન સ્વીકારતા આજ મુખ્ય સ્થાન પામી કુટુંબ વ્યવસ્થા ગૌણ બની ગઈ છે. ટીવી સીરીયલોના નિશ્ચિત સમય કુટુંબના સભ્યોના શેડ્યુલ નક્કી કરે છે અરે આ તો એટલુ અસર કરે છે કે ઘરમાં ઓફીસમાંથી કામકાજથી થાકી ઘરે આવેલ ઘરના મોભીને સાંજના જમવાનો સમય પણ સીરીયલના આધારે નક્કી થાય છે કરૂણતા તો એ છે કે આજ ટેલીવીઝન અને મોબાઈલ જેવા સાધનો કુટુંબ વ્યવસ્થા માં મમ્મી - પપ્પા ભાઈ બહેન દાદા - દાદી વગેરે વચ્ચેના પ્રત્યાપનને કબરમાં દાટીને પેઈંગ ગેસ્ટ જેવી પરિસ્થિતિ કુટુંબ વ્યવસ્થા બની રહે છે.

આજકાલ સીરીયલોનો ટ્રેન્ડ થોડો છે વળી ફર્યો છે કે ખાસ બહુથી કંટાળી હવે નિર્દેશકો ધાર્કિ સીરીયલો અથવા ઐતિહાસિક સીરીયલો તરફ વળ્યા છે જેથી ટીવી એ સાંસ્કૃતિક સંસ્કરણનું માધ્યમ બની શકે તેવુ પ્રતીત થઈ રહ્યું છે. ટીવીમાં ચાલતા લાઈવ પ્રોગ્રામ્સ અને કેટલાક એવા ટીવી શો જ કે જેમાં ભાગ લઈ વ્યકિતની કળા કૌશલ્યની અભિવ્યકિતની તક ઉભી કરાય છે બાળકોમાં જિજ્ઞાસાવૃતિ ઉત્પન્ન કરવી સારી બાબત છે પરંતુ જયારે તે અતિ મહત્વકાંક્ષી બને છે જયારે અનાયાસે જ જીવનના ખરડાયેલ માર્ગ પર પગ મૂકે છે અને ટૂંકા રસ્તે સફળતાઓના પગથીયા શોધે છે ત્યારે એ બાળક કે વ્યકિત પોતાની મુળ સ્વભાવ મૂકી ગુનાહિત પ્રવૃતિઓ કરવા તરફ લલચાય છે.

પુરૂષો પર આ દૂરદર્શન અસર કરતુ નથી એ વાત માનવા કોઈ કારણ નથી. ટેલીવીઝન પર માત્ર સીરીયલો અને અન્ય શો જ મોટાભાગે સ્ત્રીઓ બાળકો પર અસર કરે છે પરંતુ રમત ગમત સ્પોટ્ર્સ ચેનલો જીઓગ્રાફી અને અન્ય શો જ મોટા ભાગે સ્ત્રીઓ બાળકો પર અસર કરે છે પરંતુ રમત ગમત સ્પોટ્ર્સ ચેનલો જીઓગ્રાફી ચેનલો અન્ય મનોરંજન ચેનલો સાહેબો તેના કામકાજની ચિંતામાંથી મુકત થવા બળ આપે છે પરંતુ તેની અતિશયોકિત ઘરવ્યવસ્થા બાળમાનસ કે (મારા પપ્પા મારા પર ધ્યાન જ નથી આપતા) વિખવાદ વાદ વિવાદને સ્થાન આપે છે.

દૂરદર્શનનું દર્શન કરવું પરંતુ દૃષ્ટિકોણને દૃષ્ટિસમક્ષ મૂકી દર્શન કરવાથી આ જાદુની હકારાત્મક અસરો પણ જોવા મળે છે. ટીવી પર ચાલતી શૈક્ષણિક ચેનલોએ બાળકોને ગમ્મત અને જ્ઞાન દ્વારા પૂરૂ પડાતા શિક્ષણનું માધ્યમ બને છે આજે બાળકો અને પુખ્ત વ્યકિતઓ પણ પુસ્તકના પ્રેમી મટતા જાય છે. ''પુસ્તક એક સાચો મિત્ર'' આ મિત્રતાને વિસરતા જાય છે ત્યારે સાંસ્કૃતિક સંસ્કરણના માધ્યમ તરીકે ટેલીવીઝન રજૂ થતા એક અદ્દભૂત દૃશ્યજગત ઉભુ થશે પુસ્તકોની કલ્પના જયારે ફિલ્મોમાં હકીકત બનશે ત્યારે માનવ તાદત્મ્ય સાધીને અનુભવ કેળવશે અને અનઓપરીહુ શિક્ષણ પ્રાપ્ત કરશે.

બસ આ દૂરદર્શનનું દર્શન કેવી રીતે કરવું કે કરાવવું એના જો થોડા માપદંડ રાખીએ તો આ દૂરદર્શનનું આર્શીવાદ સાબિત કરી શકાશે.

પાર્થ ઉવાચ :

પતંગ તો તબ તક હવા મેં ઉડતી હૈ,

જબ તક સહી સમય પે ઉસે ખીંચો

ઔર સહી સમય પે ઉસે ઢીલ દો.

(3:45 pm IST)