Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

'મારી દિકરી સામે કેમ ખરાબ નજર નાખે છે...' કહી સીકંદર કાદરી પર હૂમલો

રામનાથપરામાં બનાવઃ અફઝલશા અને ગુફરાનશા સામે ગુનો

 

માથાકુટના પગલે દર્દીઓના સગા એકઠા થઇ ગયા હતાં. અને સીકયુરીટી બોલાવી પડી હતી. તસ્વીરમાં સિકંદર નજરે પડે છે.

રાજકોટ તા. ૧૮ :.. રામનાથપરામાં 'મારી દીકરી સામે કેમ ખરાબ નજર નાખે છે' કહી બે શખ્સોએ મુસ્લીમ યુવાન પર છરી તથા બેટ ડે હૂમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં. ૪ માં રહેતો સીકંદર અસગરભાઇ કાદરી (ઉ.રર) સવારે શાકભાજી લઇને ઘરે જતો હતો ત્યારે પાડોશી અફઝલશા અને ગુફરાનશા તેની પાસે આવી 'મારી દીકરી સામે કેમ ખરાબ નજર નાખે છે' કહી ઝઘડો કરી ગુફરાનશાએ છરી વડે સીકંદરને વાંસાના ભાગે અને અફઝલશાએ બેટ વડે માર મારી ઇજા કરી ભાગી ગયા હતાં. બનાવ બનતા દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. અને સીકંદરને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે એ. ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ દયાબેન તથા રાઇટર સાજીદભાઇએ સીકંદરની ફરીયાદ પરથી અફઝલ અને ગુફરાન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(પ-૩૩)

(4:23 pm IST)