Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

આનંદનગર કોલોનીમાં ભાવીકા મજેઠીયાના કવાર્ટરમાં દરોડોઃ છ મહિલા સહીત ૭ પકડાયા

કવાર્ટર માલીક ભાવીકા મજેઠીયા, મહેશ કોટેચા, હીરલ રાજગોર, ભાવના પીઠડીયા, કીર્તીસલ્લા, જયશ્રી થાવરાણી અને જયોતી કોટેચાની ધરપકડ કરી

રાજકોટ તા.૧૮: આનંદનગર કોલોનીના કવાર્ટરમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતી મહિલાો સહિત સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા જોઇન્ટ કમીશનર ડી.એસ.ભટ્ટની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે.ગઢવીની માર્ગદર્શન હેઠળ પીએસઆઇ.ડી.એ ધાંધલ્યા, એએસઆઇ એ એચ.હરસોડા, હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણભાઇ સોનારા, નરભેરામભાઇ પટેલ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પીએસ આઇ.ડી.એ ધંધાલ્યાને મળેલી બાતમીના આધારે કોઠારિયા રોડ  પર આનંદનગર કોલોની બ્લોક નં.એચ./૮-૩૦૭ નંબરના કવાર્ટરમાં દરોડો પાડી કવાટર માલીક ભાવિકા વિનોદભાઇ મજેઠીયા (ઉ.વ.૩૧), ગોપાલનગર શેરી નં.૧નો મહેશ પ્રભુદાસભાઇ કોટેચા (ઉ.વ.૫૫), કુવાડવા રોડ અંબીકા સોસાયટીની હીરલ મુળજીભાઇ રાજગોર (ઉ.વ.૨૬), કુવાડવા રોડ પટેલનગરની ભાવના દીનેશભાઇ પીઠડીયા (ઉ.વ.૫૦), રામાપીર ચોકડી મારૂતી હોલ વાળી શેરી નં.૪ની કિર્તી હસમુખભાઇ સલ્લા (ઉ.વ.૫૦), રેલનગર સરરાઇઝ સ્કુલવાળી શેરીમાં રહેતી જયશ્રી પરેશભાઇ થાવરાણી (ઉ.વ.૪૫), ગોપાલનગર શેરી નં.૧ની જયોતિ મહેશભાઇ કોટેચા (ઉ.વ.૪૫)ને તીનપતીનો જુગાર રમતા પકડી લઇ રૂ.૩૩,૩૫૦ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)