Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રાજકોટમાં ઝાપટાનો દોર ચાલુ

ગતરાતથી સવાર સુધી ઝરમર ચાલુ રહ્યા બાદ બપોરે થોડીવાર તડકો નીકળ્યા બાદ ફરી ઝરમર ચાલુ

રાજકોટ, તા. ૧૮ : સમગ્ર સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળી રહ્યા છે. આજે પણ કોડીનાર, માંગરોળ, લાલપુર, માળીયાહાટીના, સોરઠ સહિતની જગ્યાઓએ વરસાદ પડ્યો છે. જો કે ગતરાત્રીથી જોર ધીમુ પડી ગયું છે. જો કે ગતરાત્રીથી જોર ધીમુ પડી ગયુ છે. દરમિયાન રાજકોટ શહેરમાં પરમ દિ'ની રાત્રે ધોધમાર ૭ાા ઈંચ ખાબકી ગયા બાદ ગઈકાલે ઝાપટા પડ્યા બાદ ગતરાતથી ધીમી ધારે ચાલુ રહ્યા બાદ આજે બપોરથી ઉઘાડ નીકળ્યો છે.

રાજકોટમાં ગઈકાલે પણ મેઘાવી માહોલ છવાયેલો હતો. ઝરમર વરસાદ આવન-જાવન કરતો હતો. દરમિયાન ગતરાત્રીના પણ  હળવા ઝાપટા સતત ચાલુ જ રહ્યા હતા. સતત મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સતત વરસતા વરસાદી ઝાપટાના પગલે ગૃહિણીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. ધોયેલા કપડા ઘરમાં જ સૂકવવાની ફરજ પડી હતી. આજે વ્હેલી સવારે ઝરમર બંધ થયા બાદ નવેક વાગ્યાની આસપાસ ફરી ઝરમર ચાલુ થઈ ગયો હતો. મચ્છરીયા વરસાદનો દોર બપોર સુધી રહ્યો હતો.

દરમિયાન આ લખાય છે ત્યારે બપોરે ઉઘાડ નીકળ્યા બાદ ઝરમર ફરી ચાલુ થયો છે. ફરી સાંજના સમયે વરસાદી માહોલનો દોર ચાલુ રહે તેવી સંભાવના છે. (૩૭.૯)

રાજકોટનો આજનો ઝોન વાઇસ વરસાદ

ઝોન       સવારના ૬થી બપોરનાં ૨ સુધી   મોસમ

સેન્ટ્રલ     ૧૩મી.મી        ૩૩૧ મી.મી

વેસ્ટ       ૧૪મી.મી        ૩૬૩ મી.મી

ઇસ્ટ       ૧૦મી.મી        ૨૬૪ મી.મી

(3:48 pm IST)