Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વોર્ડ નં. ૨ના સફાઇ કામદાર મંજુરી વગર ગેરહાજર : પાની લાલઘુમ

કાશી વિશ્વનાથ વિસ્તારમાં ચેકીંગ દરમિયાન સફાઇ કામદાર હાજર ન હોય સસ્પેન્ડનો હુકમ કરતા મ્યુનિ. કમિશ્નર

રાજકોટ તા. ૧૮ : શહેરના વોર્ડ નં. ૨ કાશી વિશ્વનાથ પ્લોટ વિસ્તારમાં સફાઈ કામદારની બેદરકારીના લીધે ત્યાં કોઈપણ સફાઈ થયેલ ન હતી. ઉપરી અધિકારીના રાઉન્ડ દરમ્યાન મજકુર કર્મચારી સોંપેલ વિસ્તારમાં હાજર ન હતા. તેમજ સોંપેલ કામગીરી પણ સુવ્યવસ્થિત થયેલ ન હતી, તેથી સફાઈ કામદાર જયોતિબેન વાઘેલાને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

આ અંગે યાદીમાં જણાવાયું હતું કે, આ સફાઈ કર્મચારીઓ તેમના ઉપરી અધિકારીની કોઇપણ જાતની લેખિત કે મૌખિક પૂર્વમંજુરી લીધા વગર તેમની ફરજ પરથી ગેરહાજર રહેલ છે, જેના કારણે સફાઇની કામગીરીમાં વિક્ષેપ પડેલ છે. 

મજકુર પોતાની ફરજ પર હાજર ન હતા. આમ, બિનઅઘીકૃત રીતે ફરજ ૫ર ગેરહાજર રહેવાની ટેવ ધરાવે છે તેવુ સ્પષ્ટ ફલીત થાય છે. જાહેર આરોગ્યલક્ષી આવશ્યક સેવાઓમા મજકુરની આવી ફરજ પ્રત્યેની બેદરકારી, નિષ્કાળજી, તેમજ દુર્લક્ષતા કોઇપણ સંજોગોમા ચલાવી શકાય તેમ ન હોય, તેમજ મજકુરની લાંબી ગેરહાજરી થી સંસ્થાના સરળ વહિવટમા વિક્ષેપ થતો હોય, તેઓને સોંપેલ સફાઇની કામગીરીમાંથી છુટા કરવાનો કમિશનર બંછાનિધિ પાનીએ હુકમ કરેલ છે.

(3:40 pm IST)