Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કોર્પોરેશન સંચાલિત હાઇસ્કૂલની છાત્રાઓ માટે 'સ્માર્ટ ગર્લ્સ' વર્કશોપ યોજાયો

રાજકોટ : મહાનગરપાલિકા સંચાલિત સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા  'સ્માર્ટ ગર્લ્સ' વર્કશોપ યોજાયો, જેનું સમાપન આજ ભાગ લેનાર વિદ્યાર્થીઓની વાલીઓના ઉપસ્થિતિમાં યોજાયો. આ અવસરે મેયર બિનાબેન આચાર્ય, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પુર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન મોરજરીયા, પુનાના ભારતીય જૈન સંગઠન રાજકોટના પ્રતિનિધિ દર્શનાબેન કોઠારી, સરોજીની નાયડુ સ્કૂલના આચાર્ય સોનલબેન ફળદુ, પુજા પટેલ, તેમજ વર્કશોપમાં ભાગ લેનાર ગર્લ્સ ના વાલીઓ ઉપસ્થિત રહેલ. પુના સ્થિત ભારતીય જૈન સંગઠનના સ્થાનિક પ્રતિનિધિ દર્શનાબેન કોઠારી દ્વારા તાલીમ આપવામાં આવેલ તે બદલ તેઓને મોમેન્ટો આપી સન્માનિત કરાયા. (૨૧.૨૬)

(3:38 pm IST)