Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ધોળકિયા સ્કૂલમાં ''પરિશ્રમથી પરીક્ષા સુધી'' સેમિનાર

રાજકોટઃ ધોળકિયા સ્કૂલના ધો.૧૦ના તમામ વિદ્યાર્થીઓ માટે ''પરિશ્રમથી પરીક્ષા સુધી'' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે નિમિત ઓઝાએ વિદ્યાર્થીએ પરીક્ષા એટલે શું ?... ભણવું શું કામ જરૂરી છે?... કયારે વાંચવું અને કેટલું વાંચવું?... યાદ કઈ રીતે રાખવું ?... વગેરે જેવા વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્નોનું સરળ ભાષામાં નિરાકરણ આપ્યું હતું. તેમનો વધુ પરિચય આપીએ તો તેમના શબ્દો દ્વારા બાળપણથી જ પરીક્ષા સાથે બાથ ભીડવાનો અને પરીક્ષાને હરાવવાનો મને શોખ રહ્યો છે. દરેક પરીક્ષાને ઉંધે માથે પછાડીને વિજય તિલક કરાવવાનો મને બહુ આનંદ આવે છે. સેમિનાર બદલ શાળાના ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયાએ અભિનંદન પાઠવ્યા હતા.(૩૦.૭)

(3:37 pm IST)