Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ધ્રોલ, ભચાઉના પ્રાંત અધિકારીની બદલી, રાજકોટ ચૂંટણી શાખામાં ધાંધલ મૂકાયા

રાજકોટ તા. ૧૮ :.. સરકારે નાયબ કલેકટર કક્ષાના ૯ અધિકારીઓની બદલી કરી તેમને અલગ અલગ જિલ્લામાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી તરીકે મૂકયા છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના નાયબ નિયામક યુ. એસ. શુકલાને ભાવનગર, ધ્રોલના પ્રાંત અધિકારી એમ. એમ. જોષીને જામનગર, દ્વારકાના વી. એન. સરવૈયાને જુનાગઢ, ગાંધીનગર, આર. એસ. ઠુમર મોરબી, સુરતના એમ. આર. ધાધલને રાજકોટ, ભચાઉના એન. એસ. ગઢવીને  પંચમહલમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પદે મુકવામાં આવ્યા છે.

(11:52 am IST)