Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

હોમી દસ્તુર માર્ગ પર રાત્રી બજાર સામે સરદારનગરના રહેવાસીઓનો વિરોધ

રાજકોટ, તા. ર૬ : શહેરના હોમી દસ્તુ માર્ગ ઉપર રાત્રી બજાર શરૂ કરવાના મ્યુ. કમિશ્નરના નિર્ણયનો સરદારનગરના રહેવાસીઓએ વિરોધ દર્શાવ્યો છે.

આ અંગે લતાવાસીઓએ મ્યુ. કમિશ્નરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ રોડ ઉપર રાત્રી બજારના પૂર્ણ થયે મધ્ય સમયે ખાણી-પીણીનો એઠવાળ અને લોકો દ્વારા થતી ગંદકી ફેલાશે.  રાત્રી બજારથી ઉભી થતી લુખ્ખાગીરી અને વિસ્તારમાં આવારા તત્વોનો અડો બનશે. ડો. હોમી દસ્તુર માર્ગથી ફરત ૧૦૦ મીટરના અંતરે ૪ વર્ષોથી લોકોમાં પ્રિય એવી સ્વયંભૂ સર્જાયેલી સર્વેશ્વર ચોક રાત્રી બજાર અસ્તિત્વમાં છે જ માટે અહીં જરૂર નથી.

આમ ઉપરોકત કારણોને જોઇને ડો. હોમી દસ્તુર માર્ગને ખાણી-પીણીની રાત્રી બજારની જાહેરાત તાત્કાલીક ધોરણથી પાછી ખેંચીને રાજકોટ મ્યુ. કોર્પોરેશન અન્ય વિસ્તારને અને ખાસ કરીને બાહરી વિસ્તારને આ લાભ મળે તેવી માંગ છે.

(4:05 pm IST)