Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

લેબર વકીલ મંડળની ઉપવાસ છાવણીની મુલાકાતે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ : સરકારમાં રજુઆત કરશે

રાજકદટ તા ૨૬ : લેબર લોઝ પ્રેુકટીશનર્સ એસોસીએશન રાજકોટના શ્રી બી.ડી. પરમાર જજ વિરૂધ્ધ ચાલતા આંદોલનમાં આજરોજ ધરણા પર રાજકોટના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઇ પટેલે બહુમાળી ભવન લેબર કોર્ટ આતે આવેલા અને તેઓની સમક્ષ આ  પ્રશ્નનોની  વિસ્ર્તૃત રજુઆત વાય.સી.રાજયગુરૂ, જી.આર. ઠાકર, ગીરીશભાઇ ભટ્ટેે કરેલ હતી, અને તેઓ  આ પ્રશ્નોથી અત્યંત દુઃખી થયેલા અને મજુર કાયદાના મુળભૂત હાર્દથી વિરૂધ્ધ શ્રી પરમાર કામગીરી કરી રહ્યા છે તે બદલ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરેલ હતી.ઙ્ગઅને આ પ્રશ્નો અંગે સરકારશ્રી માં તથા જરૂર નિરાકરણ આવે તથા એસોસીએશન ની માંગણી સંતોષય તે માટે ઘટતુ કરવા બાંહેધરી આપેલી.

આજરીતે ભાજપ લીગલ સેલના હિતેષ દવે તથા મહેશ ચાવડા વગેરે, સીવીલ કોર્ટમાંથી જે.બી.શાહ, નોટરી બાર એસોસીએશનનાં મંત્રી હસમુખ જોષી, રેવન્યુ બારના સી.એચ. પટેલ, એન.જે.પટેલ, રેલ્વે બારના સંજય વ્યાસ તથા અન્ય સીનીયર એડવોકેટોએ ધરણા પર બેઠેલા એડવોકેટો ને સાથ સહકારની ખાત્રી આપી પોતાનો ટેકો જાહેર કરેલ અને જરૂર પડયે ઠરાવો કરી સરકારશ્રી માં તથા હાઇકોર્ટમા રજુઆત કરવાની ખાત્રી આપેલ હતી. લેબર બારના નિરજ શાહ, વી.ડી.મહેતા, શૈલેષ વ્યાસ, પરાગ વોરા વગેરે આજરોજ ધરણામાં જોડાયેલા હતા.

(4:02 pm IST)