Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સુજલામ સુફલામ જળ અભિયાન અધિકારીઓ-પદાધિકારીઓને જવાબદારી સુપ્રત : મીટીંગ યોજાઇ

રાજય સરકાર દ્વારા જળ સંચયનો વ્યાપ વધે તેવા શુભ આશયથી ચોમાસા પહેલા લોક ભાગીદારીથી જળ સંચય યોજના અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા પણ આ અભિયાનમાં સહભાગી બને તે માટે આજ તા.૨૬ રોજ એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ. આં મીટીંગમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય, સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક શાસક પક્ષ રાજુભાઈ અદ્યેરા, આરોગ્ય કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, આ ઉપરાંત અધિકારીમાં ડે.કમિશનર જાડેજા, સિટી એન્જિીનયર ચિરાગ પંડયા, અપ્લનાબેન મિત્રા, ભાવેશભાઈ જોષી, કામલીયા, આસી.કમિશનર હર્ષદભાઈ પટેલ, પર્યાવરણ અધિકારી નીલેશ પરમાર, વિગેરે ઉપસ્થિત રહેલ. રાજય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ-૨ ના હયાત તળાવ, રાંદરડા લાલપરી તળાવમાંથી કાપ, માટી કાઢી ઊંડા ઉતારવા તેમજ, આજી નદી શુદ્ઘિકરણ, વિગેરે બાબતે ચર્ચા કરવામાં આવેલ. આ આયોજન માટે જરૂરી વ્યવસ્થિત પ્લાનીંગ, કેટલો ખર્ચ, એન.જી.ઓ.ને જોડવા, સ્થળ વિઝીટ કરવી તે તમામ બાબતોએ પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ બનાવી જવાબદારી સોપવામાં આવેલ છે.

(4:01 pm IST)