Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

મઝદુર સંઘ અને આંગણવાડી કર્મચારીઓનો અભ્યાસ વર્ગ

 ભારતીય મઝદુર સંઘ તથા આંગણવાડી કર્મચારી મહાસંઘ કાર્યકર્તા તથા બહેનોનો એક અભ્યાસ વર્ગ તાજેતરમાં બી.એમ.એસ. કાર્યાલય ખાતે યોજાયો હતો. મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હિરણ્યભાઇ પંડયા, પ્રદેશ અધ્યક્ષ વાલજીભાઇ ચાવડા, જિલ્લા પ્રમુખ મહેશભાઇ વેકરીયાના હસ્તે દીપ પ્રગટાવી આ વર્ગ ખુલ્લો મુકાયો હતો. જેસીઆઇ નેશનલ અને પ્રાઇમ ટ્રેનર ભરતભાઇ દુદકીયાએ મલ્ટીમીડીયા દ્વારા માર્ગદર્શન આપેલ. દતોપંત ઠેંગડી બોર્ડના રાજકોટ ઇન્ચાર્જ રીજીયોનલ ડાયરેકટર હસુભાઇ જરીયા, મઝદુર સંઘના રીયાએ સંગઠન શકિતનો ચિતાર આપ્યો હતો. સહદેવસિંહ જાડેજાએ કાર્યકર્તાઓની ફરજો વિષે જાણકારી આપી હતી. સમગ્ર સંચાલન અને આભારવિધિ મઝુદર સંઘના મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીએ કરેલ.

(3:59 pm IST)