Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

સૌરાષ્ટ્રના ઔદ્યોગીક પ્રશ્નો અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા

 ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું પ્રતિનિધિ મંડળ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાતે ગયુ હતુ. ગ્રેટર ચેમ્બર પ્રમુખ ધનસુખભાઇ વોરાની આગેવાની હેઠળના આ પ્રતિનિધિ મંડળમાં ઉપપ્રમુખ હર્ષદભાઇ વિઠલાણી, રાજીવભાઇ દોશી, ઇન્ચાર્જ મંત્રી ઇશ્વરભાઇ બ્રાંભોલીયા, ડાયરેકટર રમેશભાઇ ઝાલાવડીયા, મયુરભાઇ શાહ વગેરે સાથે રહેલ. સૌરાષ્ટ્રના ઔદ્યોગીક વિકાસ સંદર્ભે ચર્ચા વિચારણા કરાઇ હતી. નવી જીઆઇડીસી, કન્ટેનર ડીપો, બસ સ્ટેશનનું નવીનીકરણ, રેલ્વે ઓવર બ્રીજ, જુના તળાવ ઉંડા કરવા સહીતના મુદ્દે ચર્ચા કરાઇ હતી.

(3:58 pm IST)