Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ દ્વારા શનિવારે ૧૧ દિકરીઓના રજવાડી સમુહલગ્નોત્સવ

કરીયાવરમાં ૮૦ થી વધુ વસ્તુઓ અપાશેઃ પૂ. નૃગેન્દ્રપ્રસાદજી આશીર્વચન પાઠવશે

 રાજકોટઃ તા.૨૬, રકતદાન કેમ્પ  ધરતી ઉપર મનુષ્યરુપે જન્મ મેળવનાર દરેક મનુષ્ય પોતાના જીવન દરમિયાન સોળ સંસ્કારોથી અલંકીત થાય છે જેમાનો સૌથી મહત્વપુર્ણ હોય છે. '' વિવાહ સંસ્કાર'' એક દિકરીના બાપ માટે ચિંતારૂપ હોય છે. ત્યારે ભગવાન શ્રી સ્વામીનારાયણ સદાચાર, સામાજીક એક સંદેશને સાકાર કરવા વડતાલ વિઠાધીપતિ પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા પ.પૂ. ૧૦૮ શ્રી ભાવિઆચાર્ય શ્રી નગેન્દ્રપ્રસાદજી મહારાજના શુભાશીષથી પ.પૂ. નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજના માર્ગદર્શન પ્રમાણે અખીલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ - રાજકોટ દ્વારા પ્રથમ વખત ૧૧ દિકરીઓનો સમુહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. સાથો સાથ રકતદાન કેમ્પ પણ યોજાયેલ છે.

 તા.૨૮ને શનિવારના રોજ યોજાવનાર આ સમુહ લગ્નોત્સવમાં દરેક દિકરીઓને સોનાના ચેઇન, વીંટી, બુટી, ચુક, ચાંદીના મંગળસુત્ર, કંદોરા, સાકળા, ગાય, કંકાવટી તેમજ કબાટ, બેડ, ટીપોઇ, સહિતના તમામ ૮૦ થી વધુ ગૃહઉપયોગી  વસ્તુઓ આપવામાં આવશેે.

 શહેરના આનંદનગર પાસે કોર્પો પ્લોટમાં સાંજે ૪ વાગ્યાથી  યોજાવનારા આ સમુહલગ્નોત્સવમાં પોતાના આંગણે શાહી લગ્નોત્સવ જેવા વાતાવરણમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા રચિત વિવાહ સંસ્કારના કિર્તનોની રમઝટ સાથે સોહામણા મંડપ અને ઝળહળતા લાઇટીંગ ડેકોરેશનની વચ્ચે અનેરો આનંદમાં યોજાશે.

 આ સમુહલગ્નોત્સવમાં પ.પૂ. લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સમગ્ર ધર્મકુળ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. સાંજે ૪ વાગ્યે  સામૈયા નિકળશે. ૬:૩૦ વાગ્યે હસ્ત મેળાપ થશે. બાદ ૭ થી ૯ સન્માન સમારોહ અને સત્સંગ સભા યોજાશે. અને ૯ વાગ્યે વિદાય સમારોહ યોજાશે.

 આ સમુહલગ્નોત્સવ સફળ બનાવવા વિશાલ પટેલ, ભગીરથ ખાચર, મોહિત વઘાસીયા, યોગેશ ઢાંકેચા, વિનય રામોલીયાપ જીતેન જડીયા, અંકુર ડાભી, જયદિપ ટાંક, પુર્વેશ ટીંબડીયા, ધર્મેશ ડોબરીયા, નૈમીષ તંતી, દિવ્યેશ પાટડીયા, જહેમત ઉઠાવી રહયા છે.  વધુ વિગતો માટે મો. ૯૮૭૯૭ ૧૨૭૬૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:57 pm IST)