Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ભુગર્ભની ફરિયાદમાં ફેંકા ફેંકી દુર કરવા ઇજનેરોને ધંધે લગાડતા બંછાનીધી પાની

ભુગર્ભ સફાઇની મશીનરીની ઝોનવાઇસ જવાબદારીઃ કુલ ૩૬ મશીનો ત્રણેય ઝોનમાં વિભાજીત

રાજકોટ,તા.૨૬: શહેરમાં ભુર્ગભ ગટરની ફરીયાદમાં ફેંકા ફેંકી દુર કરવા ડ્રેનેજ શાખાની સીવર કલીનીંગ મશીનરીના કાર્યક્ષમ ઉપયોગ માટે કામગીરી વિકેંન્દ્રીત કરવા મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાની દ્વારા ઝોનલ એન્જીનીયર-ઇજનેરોને ઝોન વાઇઝ જવાબદવરી સોંપવામાં  આવી છે.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે મ્યુનિ. કોર્પોરેશનની ડ્રેનેજ શાખા દ્વારા રાજકોટ શહેરનો કુલ વિસ્તાર હાલ ૧૨૯.૨૧ ચો.કીમી પૈકી હાલમા આશરે ૧૦૯.૩૬ ચો.કીમી વિસ્તારને ભુગર્ભ ગટર યોજના હેઠળ આવરી લેવામા આવેલ છે. ભુગર્ભ ગટર કલેકટીવ સીસ્ટમ માટે તથા સમયાંતરે ફરીયાદ નિકાલ કરવા આવશ્યક સફાઇ કામે જેટીંગ મશીન, સકશન મશીન, સુપર સકર મશીન, રીક્ષા માઉન્ટેડ ડી –સીલ્ટ મશીનો ઉપયોગમાં લેવામાં આવે છે.

રાજકોટ શહેરનો વિસ્તાર વધવા સાથે ભુગર્ભ ગટર યોજનાનો વ્યાપ પણ વધવા પામેલ આથી સમયાંતરે ગટર સફાઇ કામના મશીનોની ડીમાન્ડ વધવાથી મશીનોની સંખ્યામાં ઉત્ત્।રો-ઉત્ત્।ર વધારો કરવામાં આવેલ છે.બેડીનાકા થી અન્ય ઝોન ઇસ્ટ-વેસ્ટ માં ફરીયાદ નિકાલ અર્થે ટ્રાફીક વચ્ચેથી જવા-આવવા દરમ્યાન સમય તથા ડીઝલનો વિશેષ વ્યય થાય છે અને સીવર કલીનીંગ મશીનરીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાતો નથી. આમ સમગ્ર બાબત ધ્યાને લેતા ડ્રેનેજ શાખાની સીવર કલીનીંગ મશીનરીની કામગીરીને વહીવટી સરળતા તથા મશીનરીના કાર્યક્ષમ ઉપયોગ કરવાના હેતુથી ૦૩ ઝોનમાં ડ્રેનેજ શાખાની ઝોનલ કામગીરી સંભાળતા ઝોનલ સીટી એન્જીનીયરશ્રી-એડી સીટી એન્જીનીયરશ્રી હસ્તક જેટીંગ , સીલ્ટ તથા મીની જેટીંગ, ડી સીલ્ટ, સુપર સકશન-ડમ્પ સહિત ૧૨ મશીન વિકેંન્દ્રીત કરવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ હુકમ કરેલ છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ કરેલા એક વહીવટી હુકમ અનુસાર ઉપરોકત મશીનોનાસંચાલન માટે જે તે ઝોનમાં દર્શાવેલ સ્થળે વાહન પાર્કીંગની વ્યવસ્થા તથા દૈનીક ડીઝલ મેળવવા અર્થે જે તે ઝોનના તાબા હેઠળના અધિકારીશ્રી-કર્મચારીશ્રી ને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ વાહનોના રીપેરીંગ કામે વર્કશોપ વિભાગ સાથે સંકલન કામે નોડલ ઓફીસર તરીકેની કામગીરી દેવરાજ મોરી (આસી એન્જી-મીકે-ડ્રેનેજ)એ સંભાળવાનો હુકમ થયેલ છે.   ડી-સીલ્ટ રીક્ષા સંચાલન કામે હાલ કોમ્પ્રેહેન્સીવ ઓ.એન્ડ.એમ કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે, જે હવેથી જે તે ઝોન કક્ષાએથી ઓપરેટ કરવામાં આવશે. તેમ સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:55 pm IST)